Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી -વિકાસકાર્યોની સમીક્ષા અને નિર્માણાધિન સાઈટ વિઝિટ કરી

પ્રતિકાત્મક

મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં નિર્માણાધીન વ્યાપારીરહેણાંક તથા સામાજિક માળખાકીય વિકાસ પ્રોજેકટોની સ્થળ મુલાકાત કરી પ્રગતિકાર્યની સમિક્ષા કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિને બપોર બાદ ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.

ગિફ્ટ સિટી વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવાની સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ આ સમિક્ષા મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી સંજય કૌલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ-2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતુંતેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રાવ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પ્રસ્તૃત કરવામાં આવી હતી.

 મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા ત્યારબાદ તેમણે ગિફ્ટ સિટીમાં નિર્માણાધીન વ્યાપારીરહેણાંક તથા સામાજિક માળખાકીય વિકાસ પ્રોજેકટ્સની સાઈટ મુલાકાત લીધી હતી.

તેમણે ગિફ્ટ સિટીની પ્રગતિની પ્રશંસા કરી હતી અને બિઝનેસ ગ્રોથમાળખાકીય વિકાસપ્રતિભા વિકાસ અને વૈશ્વિક જોડાણની ગતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

 મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસમુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢિયાઅગ્ર સચિવ શ્રી સંજીવકુમારઅધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડેવિવિધ વિભાગોના સચિવશ્રીઓ તેમજ ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી સંજય કૌલ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.