Western Times News

Gujarati News

ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ, વિઝાના નિયમ બદલ્યાં !

આંતરરાષ્ટ્રીય ઇમિગ્રન્ટ્‌સ સહિત ભારતીયોને ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના પહેલા કાર્યકાળમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં પહેલી વખત નીતિ લાગુ કરાઈ હતી

મુંબઈ,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી ઈમિગ્રન્ટ્‌સ વિરુદ્ધ આકરી નીતિ અપનાવી છે. હવે ટ્રમ્પ સરકાર જૂનો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં સરકારી સુવિધાઓનો લાભ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો સરકાર ઈનકાર કરી શકશે. વધુમાં ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોને વિઝા માટે નવા નિયમો તૈયાર કર્યા છે. આ નિયમોના પગલે ૩.૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આકરા વિઝા નિયમોનો સામનો કરવો પડશે.

ટ્રમ્પ સરકાર ‘પબ્લિક ચાર્જ’ નામથી ઓળખાતી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નીતિ ગુરુવારે ફેડરલ રજિસ્ટરમાં જોવા મળી હતી અને તેને ૨૦ જુલાઈએ ઔપચારિક રીતે પ્રકાશિત કરાશે. આ નીતિ હેઠળ ફૂડ સ્ટેમ્પ, મેડકેડ (સ્વાસ્થ્ય સુવિધા) અને હાઉસિંગ વાઉચર જેવી સરકારી સુવિધાઓ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો ટ્રમ્પ સરકાર ઈનકાર કરી શકશે.ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના પહેલા કાર્યકાળમાં ફેબુÙઆરી ૨૦૨૦માં પહેલી વખત આ નીતિ લાગુ કરાઈ હતી.

તે સમયે તેનો આશય કાયદાકીય રૂપે આવતા વસાહતીઓની સંખ્યા મર્યાદિત કરવાનો હતો. જોકે, પાછળથી ડેમોક્રેટિક પ્રમુખ જો બાઈડેનના સત્તામાં આવ્યા પછી આ નિર્ણયને પલટી દેવાયો હતો.રિપબ્લિકન શાસન કાયદાકીય અને ગેરકાયદે વસાહતીઓ પર લગામ લગાવવા આકરાં પગલાં લઈ રહ્યું છે ત્યારે આ નીતિનો ફરીથી અમલ શરૂ કરાશે. અમેરિકામાં સ્વાસ્થ્ય સેવા અને ભોજનનો ખર્ચ સતત વધી રહ્યો છે તેવા સમયે ટ્રમ્પ સરકાર ફરીથી આ નીતિ લાવી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.