Western Times News

Gujarati News

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ઃ મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પ્રથમ સુવર્ણ ચંદ્રક

(એજન્સી) નવી દિલ્હી, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના ચોથા દિવસે ભારતીય રમતજગત માટે ખૂબ જ ગર્વ અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. ભારતની સ્ટાર મહિલા વેઇટલિફ્‌ટર (ભારાત્તોલક) મીરાબાઈ ચાનુએ અદભૂત પ્રદર્શન કરીને મહિલાઓની ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં દેશને આ વર્ષનો પ્રથમ સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) અપાવીને ઈતિહાસ રચી દીધો છે. Mirabai Chanu lifts 85 kg to set a new Commonwealth Games snatch record

મીરાબાઈ ચાનુએ સ્નેચ રાઉન્ડમાં ૮૫ કિલો અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં ૧૦૫ કિલો મળીને કુલ ૧૯૦ કિલોગ્રામ જેટલો માતબર વજન ઉપાડીને આ સ્પર્ધામાં પ્રભુત્વ જમાવ્યું હતું અને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત સુવર્ણ ચંદ્રક જીતવાનો એક અનોખો રેકોર્ડ પણ તેમણે પોતાના નામે કર્યો છે.

આ અગાઉ મીરાબાઈ ચાનુએ વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત માટે સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતા. આજના મુકાબલામાં મીરાબાઈ ચાનુએ શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત રાખી હતી. સ્પર્ધાના પ્રથમ તબક્કા એટલે કે સ્નેચ રાઉન્ડમાં તેમણે ત્રીજા પ્રયાસમાં ૮૫ કિલો વજન સફળતાપૂર્વક ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.