અમેરિકા: ફૂડ ફેસ્ટિવલમાં ગોળીબાર, અફરાતફરી મચી, બે લોકોના મોત અને પાંચ ઘાયલ; શું છે મામલો?
- વાર્ષિક ‘બાઇટ ઓફ સિએટલ’ ફેસ્ટિવલ દરમિયાન આ ઘટના ઘટી.
-
ઘાયલોમાં એક નાનું બાળક, યુવક અને મહિલાઓ સામેલ છે.
-
પોલીસે ઘટનાસ્થળની ઘેરાબંધી કરી તપાસ હાથ ધરી છે.
સિએટલ, અમેરિકાના સિએટલમાં સ્પેસ નીડલ પાસે ચાલી રહેલા એક મોટા ફૂડ ફેસ્ટિવલમાં રવિવારે સાંજે થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. શહેરના ફાયર બ્રિગેડ વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
ગોળીબાર સાંજે લગભગ 6 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) થયો હતો. તે સમયે ‘બાઇટ ઓફ સિએટલ’ નામનો વાર્ષિક ફેસ્ટિવલ તેના અંતિમ તબક્કામાં હતો. આ ફેસ્ટિવલમાં દર વર્ષે મોટી સંખ્યામાં ખાણીપીણીના સ્ટોલ્સ, વેપારીઓ અને કલાકારો ભાગ લે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેણે લોકોને ઘટનાસ્થળની આસપાસ ન જવા વિનંતી કરી છે. અધિકારીઓએ તાત્કાલિક એ સ્પષ્ટ કર્યું નથી કે આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં.
Two people were killed and five injured in a shooting at Seattle Center on Sunday evening, during the Bite of Seattle food festival — one of the city’s largest events, held a block from the Space Needle.
ઘાયલોમાં કોણ-કોણ સામેલ છે?
હાર્બરવ્યુ મેડિકલ સેન્ટરના પ્રવક્તા સુસાન ગ્રેગે જણાવ્યું કે હોસ્પિટલમાં ચાર ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક નાનું બાળક, 23 વર્ષનો એક યુવક અને બે મહિલાઓ સામેલ છે. તેમણે જણાવ્યું કે એક ઘાયલની હાલત ગંભીર છે.
ફૂડ ફેસ્ટિવલ દરમિયાન કેવી રીતે ભાગદોડ મચી?
સિએટલ સેન્ટરમાં સમગ્ર વીકેન્ડ દરમિયાન ‘બાઇટ ઓફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. એક પ્રત્યક્ષદર્શી એસ્ટન વાકોનાબોએ જણાવ્યું કે તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફેસ્ટિવલમાં ફોટો બૂથ માટે લાઈનમાં ઊભા હતા. ત્યારે જ કોઈકે તેમને પાછળથી ધક્કો માર્યો. જ્યારે તેમણે પાછળ ફરીને જોયું તો મોટી સંખ્યામાં લોકો ભાગતા નજરે પડ્યા.
વાકોનાબોએ કહ્યું, “લોકો સંતાઈ રહ્યા હતા. એકબીજાને ધક્કો મારી રહ્યા હતા. ઘણા લોકો જમીન પર પડી રહ્યા હતા અને બાળકોની ગાડીઓ (સ્ટ્રોલર) પણ પડી રહી હતી.” તેમણે જણાવ્યું કે તે જ સમયે તેમને ગોળીઓનો અવાજ સંભળાયો.
