Western Times News

Gujarati News

અમદાવાદની યુવતી પર ડીસામાં સામૂહિક બળાત્કાર

Files Photo

નવા બસ સ્ટેન્ડમાં જ હોમગાર્ડ જવાન તથા અન્ય શખ્શે દુષ્કર્મ ગુજારતા નાગરીકોમાં ઉહાપોહ

અમદાવાદ: એક સમયે મહીલાઓ માટે સુરક્ષીત ગણાતાં શાતિપ્રિય રાજ્ય ગુજરાતમાં તાજેતરમાં અલગ અલગ જીલ્લામાં બનેલી કેટલીક ઘટનાઓ બાદ રાજ્ય હવે મહીલાઓ માટે સુરક્ષીત હોવાનુ વિરુદ્ધ જાઈ રહ્યુ છે હવસખોર તત્વો દ્વારા એકદ દોકલ મહીલાઓને ડરાવી ધમકાવી જવરદસ્તી કરીને તેમની સાથે દુષ્કર્મ કરવાના કિસ્સા વધ્યા છે રાજ્ય સરકારે આવી ઘટનાઓને કારણે પોલીસને એલર્ટ થવા સુચના આપી હતી ઉપરાંત શી ટીમ બનાવીને પણ મહીલાઓ માટે સુરક્ષીત વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્ય છે ત્યારે રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવો કિસ્સો ડીસામાંથી સામે આવ્યો છે.

ગઈકાલે મોડી રાત્રે ડીસાનાં બસ સ્ટેન્ડ ઉપર ઉતરેલી અમદાવાદની મહીલા મુસાફરને ધાક ધમકી આપીને હોમગાર્ડના જવાન તથા કિટલીવાળાએ સામૂહીક દુષ્કર્મ કરવાનો મહીલાએ આક્ષેપ કર્યો છે આ મહીલાએ પોતાની સાથે બનેલી ઘટના બાદ બુમાબુમ કરતા બસ સ્ટેન્ડમાં પર અન્ય મુસાફરો પણ ટોળે થયા હતા અને વાત પ્રસરતા તમામ ચોકી ઉઠ્યા હતા દરમિયાન મહિલાને કંટ્રોલ રૂમમાં ફોન કરતા જ પોલીસ પણ તુરંત હાજર થઈ ગઈ હતી અને તપાસનો દોર ચલાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની એક યુવતી સરકારી બસમા મોડી રાત્રે ડીસા નવા બસ સેન્ડમાં ઉતરી હતી જ્યા તેને એકલી જાઈને ત્યા ફરજ બજાવતા એક હોમગાર્ડમાં જવાનના મનમાં હવસનો કીડો સળવવ્યો હતો અને તેણે નવા બસ સ્ટેન્ડ ઉપર જ ચાની કિટલી ચલાવતા એક શખ્સ સાથે મળીને આ મહીલાને ધાક ધમકી આપી હતી રાતના અંધારામાં ખુદ પોલીસ જ જવાને તેની સાથે અણછાતુ વર્તન કરવા ધમકીઓ આપતા મહીલા ગભરાઈ ગઈ હતી અને કઈ બોલી શકી ન હતી

આ પરીસ્થિતિનો  લાભ ઉઠાવી હોમગાર્ડ તથા કીટલી ચલાવતાં શખ્શે તેની ઉપર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતુ આ ઘટના બાદ વ્યથિત બનેલી યુવતીએ બુમાબુમ કરતાં બસ સ્ટેન્ડમાં પર રહેલા અન્ય લોકો પણ જાગી ગયા હતા અને ત્યુ ટોળુ વળ્યા હતા મહીલાની વાત સાભળી તમામ લોકો રોષે ભરાયા હતા બાદમાં તેણે કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉત્તર ડીસા પોલીસ સ્ટેશનને સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને તેની વધુ પુછપરછ કરી હતી

સામુહીક દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાની જાણ થતા પીઆઈ ચૌહાણ પણ ચોકી ઉઠ્યા હતા તથા તાબડતોળ તપાસ શરૂ કરી હતી ઉપરાંત નવા બસ સ્ટેન્ડમાં તથા આસપાસની દુકાનોના સીસીટીવી કેમેરાના ફુટેજમાં મેળવીને વધુ માહીતી એકત્ર કરવાની તજવીજ હાથ ઘરવામાં આવે છે.

સુત્રોનુ માનીએ તો આ યુવતી અમદાવાદ વાસણા વિસ્તારની રહેવાસી છે અને તે એક પુરુષ સાથે ભાગીને ત્યા પહોચી હતી પરતુ મધરાતે તેની સાથે આ ઘટના બની હતી. આ અંગે ઉત્તર ડીસા પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચૌહાણ સામે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તપાસ જાડાઈ ગઈ છે હાલમાં આ મહીલાની પુછપરછ ચાલુ છે સંપૂર્ણ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવી શકશે. જા કે આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર રાજ્યમાં ઉહાપોહ મચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.