કપડવંજના નિરમાલી PHC સેન્ટર ઉપર ANC ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ઇમરજન્સી 108 પ્રોગ્રામ ઓફિસર શ્રી સંદિપ ગઢવી અને EME શ્રી દુષ્યંત પંડ્યા સર ના માર્ગદર્શન હેઠળ કપડવંજ તાલુકાના નિરમાલી. PHC માં ANC ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં બાયડ ની જાણીતી વાત્સલ્ય હોસ્પિટલ ના ગાયનેક ડૉ મયુર એમ શાહ ધ્વારા લાભાર્થીઓને ANC ચેકઅપ કરવામાં આવ્યું હતું
આ કેમ્પમાં ૮૦ લાભાર્થીઓ એ લાભ લીધો હતો આ કેમ્પમાં ખિલખિલાટ વાન ધ્વારા લાભાર્થીઓને PHC સેન્ટર ઉપર લાવવા અને મૂકવા જવાનું પણ આયોજન કરવામાં આવેલ હતું ૧૦૮ ના પાયલોટ મયૂદ્દીન શેખ અને ખીલ ખીલાટ ના કેપ્ટન શૈલેષભાઈ અને સંજય ભાઈ વસાવા એ ખુબજ સારી કામગીરી કરેલ હતી આમ આ કેમ્પમાં નિરમાલી PHC ના મેડિકલ ઓફિસર ડૉ રિધ્ધિબેન પટેલ અને તેમના સ્ટાફ એ પૂરતો સહિયોગ આપ્યો હતો તથા PHC સેન્ટર ના FHW બહેનો આશાબહેનો અને ફેસિલેટર બહેનો પણ આ કેમ્પ માં હાજર રહી સારી કામગીરી કરી હતી.