Western Times News

Gujarati News

કર્ફ્યુંગ્રસ્ત દાણીલીમડામાં જુગાર રમતા દસની અટક

કૃષ્ણનગર પોલીસે પણ આઠ શકુનીને ઝડપી લીધા

અમદાવાદદાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યું નાખ્યો હોવા છતાં દસ જેટલાં શખ્સો કોઈક રીતે જુગારધામ પર એકત્ર થયાં હતાં. પોલીસને અંગેનીમાહિતી મળતાં ઝૈદ ડૂપલેક્સ શાહઆલમ ખાતે મંગળવારે મોડી રાત્રે દરોડો પાડયો હતો. અને મુખ્ય સૂત્રધાર મંજુરખાન પઠાણસહિતના શખ્સોને ઝડપી લીધા છે. દસ શખ્સોમાં વાસણાના ભાલચંદ્ર એપાર્ટમેન્ટમાં રહેતાં કહેતાં શાહ પણ સામેલ છે. કરફ્યુ હોવાછતાં વાસણાથી કેતન દાણીલીમડા પહોંચી જતા પોલીસ પોઇન્ટ ઉપર પણ સવાલો ઊભા થયા છે. સ્થળેથી આશરે ૫૦૦૦૦ ગઝરનોમુદ્દામાલ ઝડપાયો છે.

જ્યારે કૃષ્ણનગર પોલીસે પણ બાતમીને આધારે દરોડો પાડીને નરોડા રોડ, ચેહરનગર ખાતેથી જુગારધામનો સંચાલક પહેલવાન પ્રજાપતિસહિત ૮ની અટક કરીને ૩૦,૦૦૦ હઝારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.