મોડાસામાં મૃતક કોરોનાગ્રસ્ત યુવકના પરિવારના ૧૪ લોકો કોરોના સંક્રમિત થતા હાહાકાર
અરવલ્લીમાં ૧૯ વધુ કોરોનાગ્રસ્ત સાથે ૬૬ એ પહોંચ્યો આંક
મોડાસા શહેરમાં ૩૧ વર્ષીય હનીફ ઉસ્માનગની ગુજરાતી નામનો યુવક માતાને કિડનીની ગંભીર બીમારી હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અગમ્ય કારણોસર યુવકની માતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા મોડાસા ખાતે ઘરે લાવ્યા ના ટૂંકા ગાળામાં મોત નિપજતા મોડાસામાં અંતિમવિધિ કરવામાં આવી હતી
૭ દિવસ પછી હનીફ ગુજરાતી ની તબિયત લથડતા કોવીડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાયો હતો યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવ્યોના ગણતરીના કલાકોમાં મોતને ભેટતા ચકચાર મચી હતી કોરોનાથી મોત સામે જંગ હારી જનાર યુવક અજાણતા જ કોરોનાનો સુપર સ્પ્રેડર હોય તેમ તેના પિતા,બે ભાઈ,૩ ભાભી, બહેન, ભત્રીજી-ભત્રીજો અને તેના ભાઈના સાસરીપક્ષના ૪ લોકો મળી ૧૪ લોકો કોરોનાનો ભોગ બનતા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે કોવીડ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આરોગ્ય તંત્રે યુવકના સંપર્કમાં આવેલા પરિવારજનોને કોરન્ટાઇન કરી કોરોનાનો રિપોર્ટ કરાવતા બુધવારે ૪ અને ગુરુવારે વધુ ૧૦ પરિવારના સદસ્યોનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા હાહાકાર મચ્યો છે
યુવકની માતાની અંતિમ વિધિમાં જોડાયેલા અને સંતાવના આપવા પહોંચેલા સગા-સંબંધીઓ અને સમાજના લોકોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય તંત્રએ મોડાસા શહેરને વુહાન બનતું અટકાવવા કોરોનાની ચેન તોડાવી લોઢાના ચણા ચાવવા બરાબર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
આરોગ્ય તંત્રે યુવક અને યુવકની માતાના સંપર્કમાં આવેલા લોકોની કોન્ટેક્ટ હિસ્ટ્રી મેળવી કોરન્ટાઈન નહિ કરે તો મોડાસા શહેરમાં કોરોના તાંડવ મચાવશે યુવકના સંપર્કમાં આવેલ એક રેડીયોલોજીસ્ટ અને અન્ય તબીબ અને આરોગ્યલક્ષી કર્મચારીઓ હોમ કોરન્ટાઈન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી મૃતક યુવકના સંક્રમિત થયેલા પરિવારજનો અને સગા-સંબંધીઓ શહેરની લઘુમતી વિસ્તારની અલગ-અલગ રહેણાંક વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં રહેતા હોવાથી લઘુમતી સમાજના લોકો કોરોનાના ભયથી ફફડી ઉઠ્યા છે
અરવલ્લી જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ રોજે રોજ કેસોમાં વધારો થતો જાય છે. જેના કારણે જિલ્લાના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ગુરુવારે વધુ ૧૯ લોકો કોરોનાથી સંક્રમિત બન્યા હતા જેમાં મોડાસામાં ૧૨, ટીંટીસર, તરકવાડા અને ટીંટોઈ મળી ૧૯ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધી કોરોના કુલ-૬૬ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે મોડાસામાં કોરોનાથી યુવકનું મોત નિપજ્યું હતું પરંતુ આ યુવક અજાણતા જ કોરોનાનો સુપર સ્પ્રેડર હોય તેમ મોડાસાના લઘુમતિ વિસ્તારમાં જ મોટાભાગના કેસ નોંધાયા છે.
અરવલ્લી જિલ્લામાં ગુરૂવારના રોજ એક સાથે વધુ ૧૯ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે અરવલ્લીમાં કોરોના કેસ આવવા પાછળ તંત્રની સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે. એક સાથે અધધ કેસ વધી જતાં જિલ્લાનું તંત્ર પણ ઉંધા માથે પછડાયું છે.
કોરોનાનો કહેર દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને રાજસ્થાનની વચમાં પીસાયેલ અરવલ્લીમાં બંને બાજુથી આવનાર લોકો કોરોના લઈને આવી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. જિલ્લામાં લોકડાઉન ૧ થી લઈને લોકડાઉન ૩ સુધીમાં અધધ કહી શકાય એટલા કેસોમાં વધારો થયો છે. પ્રથમ વખતે એક સાથે ૯ કેસ વધી ગયા હતા છતાં તંત્ર અને લોકોની ઢીલી નિતિને કારણે જિલ્લામાં ઉત્તરોત્તર કેસોમાં વધારો થયો છે. ત્યારે બુધવારના રોજ એક સાથે ૨૫ કેસ અને ગુરુવારના રોજ ૧૯ કેસ પોઝીટીવ આવતાં જિલ્લાવાસીઓ રીતસરના ફફડી ઉઠ્યા છે પરંતુ હજુ જાગૃત થયા હોય તેવું લાગતું નથી.