જમ્મુ કાશ્મીરમાં હિન્દૂ સરપંચની હત્યામાં ભરૂચ એએચપીનું આવેદન
(વીરલ રાણા દ્વારા) ભરૂચ, જમ્મુ કાશ્મીર ના અનંતનાગ જીલ્લા માં વસતા કાશ્મીરી પંડિત ની ઘાતકી હત્યા ને ભરૂચ એએચપી એ હત્યારો ને ઝડપી પાડવાની માંગણી સાથે કલેકટર ને રજુઆત કરી હતી.
જમ્મુ કાશ્મીર માં કેન્દ્ર સરકાર દ્વારા ૩૭૦ ની કલમ હટાવ્યા પછી સરકાર ના વચનો ઉપર વિશ્વાસ રાખી કાશ્મીર ના મૂળ નિવાસી પંડિતો ને પોતાના પૂર્વજો ની જન્મભૂમિ ઉપર પુનવર્સન કરેલા લોકો માં ભય ફેલાવાના ભાગરૂપે હત્યા જેવી ઘટનાઓ બનતી હોવાના આક્ષેપ સાથે એક સરપંચ અજયભારતી પંડિત ની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટના માં તપાસ ની માંગ કરવામાં આવી છે.