Western Times News

Gujarati News

લીમખેડામાં તમાકુ નિયંત્રણ કાયદા અંતર્ગત ૬૫ કેસ નોંધી, રૂ. ૧૫ હજારથી વધુનો દંડ ફટકારાયો

દાહોદ દાહોદના લીમખેડા તાલુકામાં જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ  દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તાલુકામાં આ અંગેના ૬ કેસ નોંધી રૂ. ૧૫૨૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર. ડી.પહાડીયા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો. ડી.એન.પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર, લીમખેડા ડો. સી.એમ.મછારના માર્ગદર્શન હેઠળ આ તપાસ કરવામાં આવી હતી.

આ તપાસમાં એન.ટી.સી.પી. ટીમ, તાલુકા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રના સહિયારા પ્રયાસથી તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩  કાયદાની અમલવારી અને દંડ વસૂલાત તેમજ જાહેર સ્થળો પર પ્રતિબંધ અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તાલુકામાં COTPA-2003 ની કલમ ૬ હેઠળ ૬પ કેશ નોંધી રૂ. ૧પર૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.