પોલીસ કોન્સ્ટેબલની અપ્રમાણસર મિલકત ગુનો દાખલ કરી ધરપકડ
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના એલસીબીમાં ફરજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જગદીશચંદ્ર કાળીદાસ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલકત ગુનો દાખલ કરી ધરપકડ કરી છે કોન્સ્ટેબલ પાસે તેની આવક કરતાં ૧૨૯ ટકા વધારે એટલે કે, ૮૪.૬૭ લાખની વધુ સંપતિ મળી આવી છે. બે વૈભવી કાર, દીકરાના એકાઉન્ટમાં ૨૨ લાખ, ૧૫ લાખ, વેજલપુરમાં ૨૬ લાખનું ટેનામેન્ટ, મોરૈયા સીમમાં ૮ લાખનો ફ્લેટ પણ મળ્યો છે.
સામાન્ય રીતે આર્મ પોલીસ કર્મી એલસીબી જેવી જગ્યા પર ફરજ બજાવતી નથી પરંતુ એક ઉચ્ચ અધિકારીની ભલામણથી છેલ્લા વર્ષોથી એલસીબી જેવી ક્રીમ જગ્યા પર નોકરી કરતા હતા. આવી ક્રીમ પોસ્ટ પર અનેક લોકો લાંબા સમયથી ફરજ બજાવે છે અને આ કોન્સ્ટેબલ કોની મહેરબાનીથી લાંબા સમયથી ફરજ બજાવતો હતો તેની તપાસ થાય તો સત્ય બહાર આવે ઔતેમ છે.
અમદાવાદ જિલ્લાની એલસીબીના વિરમગામ બીટમાં ફ્રજ બજાવતા જગદીશચંદ્ર વરલી મટકાનો જુગાર ચલાવતા કૌશિક ઠાકોરના ત્યાં જઈ ૫૦ હજારની માંગણી કરી હતી. આમ ૪૦ હજાર નક્કી કરી પોતાને અથવા મળતિયા દશરથ નામના શખસને આપવાનું જણાવ્યું હતું. આ અંગે એસીબીના ડીવાયએસપી એન. ડી. ચૌહાણે તપાસ કરતા બે મકનના દસ્તાવેજ મળી આવ્યા હતા. આમ આવકના સાધનો કરતા ૮૪.૬૭ લાખ વધુ હોવાનું બહાર આવ્યું હતું.