Western Times News

Gujarati News

ઈરાનનો સ્વીકાર, ઈઝરાયલના સાઈબર હુમલામાં નષ્ટ થયું પરમાણુ ક્ષેત્ર

તેહરાન, ઈરાને ભૂમિગત નતાન્જ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાની પૃષ્ટિ કરી છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ આ સમાચાર જાહેર કર્યા છે. સેન્ટ્રીફ્યુઝ એક એવું મશીન છે જે વિવિધ ઘનતા ધરાવતા દ્રવ્યો કે નક્કર પદાર્થોમાંથી તરલ પદાર્થોને અલગ કરવા સેન્ટ્રીફ્યુઝલ ફોર્સનો ઉપયોગ કરે છે.

ઈરાનના અધિકારીઓએ ગુરૂવારે સવારે લાગેલી આગને જેણે ‘ઔદ્યોગિક શેડ’ને પ્રભાવિત કરેલ તેને એક સામાન્ય દુર્ઘટના ગણાવીને ટાળવા પ્રયત્ન કર્યો હતો. જો કે ઈરાનની સરકારી ચેનલ દ્વારા આ સ્થળની જે તસવીરો અને વીડિયો જાહેર કરવામાં આવેલા તેમાં ઈંટો વડે બનેલી બે માળની ઈમારત જોવા મળી જેમાં આગથી સળગવાના નિશાન અને છત સ્પષ્ટ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યા છે.

ઈરાનની પરમાણુ એજન્સીના પ્રવક્તા બેહરૂજ કમલવંદીએ જણાવ્યું કે, ૨૦૧૩માં આ કેન્દ્રનું કામ શરૂ થયેલું અને ૨૦૧૮માં તેનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મશીનોનું નિર્માણ કરવાની ઈચ્છા હતી. વધુમાં જણાવ્યું કે, આ નુકસાનના કારણે સંભવતઃ અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મશીન્સના વિકાસ અને ઉત્પાદનમાં મોડું થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.