Western Times News

Gujarati News

વરસાદે દ્વારકામાં ૮૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો

અમદાવાદ, રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે અને આગામી ૮ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઉપર વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને બીજી સિસ્ટમ સાઇકલોનિક સર્ક્યુલેશન સÂક્રય થયું છે. જેના કારણે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તો પ્રી મોનસૂન વરસાદ પણ સારો થયો હતો અને ત્યાર બાદ વિધિવત વરસાદ શરૂ બાદ પણ સારો વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટ ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે હવામાન વિભાગના દ્વારકા સેન્ટરમાં વરસાદી આંકડા નોંધાયા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. ૧૭ જુલાઈ ૧૯૩૩ના રોજ ૨૭૩.૮ મિલિમિટર વરસાદ પડ્યો હતો. જે ગઈકાલે ૨૭૫.૮ મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે રેકોર્ડ બનાવ્યો છે. .દ્વારકા જિલ્લામાં ૩૯૪.૭ મિલિમિટર વરસાદ ૧ ઓગસ્ટમાં ૨૦૧૪ હતો. જે ગઈકાલે ૪૯૦ મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ૨ દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ૬થી ૮ જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહશે. વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટÙમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહીતમાં વધુ અસર જોવા મળશે. દમણ દાદરા નગર હવેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.