ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી કૌશિક મોદીનો વિદાય સમારંભ યોજાયો
ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી કૌશિક ભાઈ મોદી સાહેબની મહેસાણા ખાતે અન્ય વિભાગની ઓફિસ માં બદલી થતા તારીખ 17 ના રોજ સાંજે પ્રાંત અધિકારી કચેરીનાં હોલ માં સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી. જે. પટેલ સાહેબની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો. આ શુભ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ કોંગ્રેસના જીગ્નેશભાઈ જોષી તથા પ્રવિણસિંહ સોલંકી વેપારી મંડળના પ્રમુખ નારાયણભાઇ બારોટ ખેડબ્રહ્મા મામલતદાર શ્રી ગમાર સાહેબ તથા વિજયનગર તથા પોશીના તાલુકાના મામલતદારશ્રીઓ, પ્રાંત ઓફિસ ના હર્ષભાઈ પરમાર તથા એજ્યુકેટીવ મામલતદાર શ્રી નરેશભાઈ દરજી તથા સ્ટાફના સૌ તથા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર ઘનશ્યામસિંહ રહેવર તથા ખેડબ્રહ્માના વેપારીઓ તથા અગ્રણીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
પ્રાંત અધિકારી શ્રી મોદી સાહેબના ત્રણ વર્ષના કાર્યકાળમાં ચૂંટણીઓ તથા અન્ય કામગીરી તથા કોરોના સમયમા તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. કોરોના સમયે અન્ય તાલુકાઓ કરતાં પણ વધુ ફંડ સરકારને ખેડબ્રહ્મા તાલુકામાં થી મેળવી આપ્યો હતો.. ખેડબ્રહ્મા વિજયનગર તથા પોશીના ત્રણ તાલુકાઓમાં તેમની કાર્યશૈલીથી તેમણે લોકપ્રિયતા હાંસલ કરી હતી.. અધ્યક્ષ સ્થાનેથી બોલતા સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી જે પટેલ સાહેબે પણ શ્રી મોદી સાહેબના ભરપૂર વખાણ કર્યા હતા. મોદી સાહેબ પણ લોકોનો આટલો પ્રેમ જોઈ રડી પડ્યા હતા. કાર્યક્રમમા હાજર તમામ લોકોને ચા તથા નાસ્તો પીરસાયા હતા.