Western Times News

Gujarati News

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એક્સ્પ્રેસના ડબ્બા એન્જિનથી છુટા પડ્યા: સદનસીબે મોટી દુર્ઘટના ટળી

વડોદરા, અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન સાથે આજે વડોદરા રેલવે સ્ટેશન પર દુર્ઘટના થઈ હતી. વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરોને લઈને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઈ તરફ જવાના થઈ હતી. તે દરમિયાન એન્જિન ડબ્બા સાતે છુટ્ટા પડી ગયા હતા. આ ઘટનાની મળતી માહિતી અનુસાર અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ તરફ જવા કર્ણાવતી એક્સપ્રેસ (૦૨૯૩૪) નીકળી હતી. દરમિયાન વડોદરા બાદઆવતા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધી કર્ણાવતી એક્સપ્રેસ પહોંચે તે પહેલં એન્જીન માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ નીકળી ગઈ હતી.

ઘટનાની જાણ ટ્રેનમાં સવાર મુસાફરોને થતા હોબાળો મચાવ્યો હતો. જેથી અધિકારીઓ દોડી આયા હતા. જાેકે, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જાેડવાની કામગીરી શરૂ કરાઈ હતી.
કર્ણાવતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે વીડિયો ઉતારી ટિ્‌વટર ઉપર વાઈરલ કરી દીધો હતો. આ વીડિયો રેલવેના ધ્યાન ઉપર આવતાં તુરંત જ રેલવેની ટેકનિકલ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને છૂટા પડેલા ડબ્બાને જાેઈન્ટ કરીને રવાના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.