Western Times News

Gujarati News

વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેંચૂરી કોવિડ ૧૯ સેન્ટર બલીઠા ખાતે શરૂ કરવામાં આવ્યું

વાપી: વાપી માં રવિવાર ના રોજ ટ્વેન્ટી ફર્સ્ટ સેંચૂરી કોવિડ ૧૯ સેન્ટર શરૂ કરવા માં આવ્યું કોવિડ સેન્ટર ના ઉદઘાટન પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટર આર આર રાવલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા સાંસદ ડો કે સી પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરત પટેલ સાથે હોસ્પિટલના ડાયરેકટર પૂર્ણિમા અને કિશોર નાડકર્ણી અને તેમના પુત્ર કેન્સર સર્જન ડો અક્ષય નાડકર્ણી  હાજર રહ્યા હતા.

કોવિડ સેન્ટર નો ઉદઘાટન વલસાડ જિલ્લા સાંસદ ડો કે સી પટેલ દ્વારા રીબીન કાપી કરવા માં આવી ત્યાર પછી તમામ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવવા માં આવ્યો હતો ડો અક્ષય નાડકર્ણી દ્વારા કેન્સર સેન્ટર ના ૨ થી ૯ માળ ના પરિસર ને ૧૫ દિવસ ના ઓછા સમય માં ૭૦ બેડ સાથે કોવિડ સેન્ટર માં રૂપાંતરિત કરવામાં આવ્યું આ સેન્ટર માં બધા તાવ ના દર્દીઓ, શંકાસ્પદ કોવિડ દર્દીઓ, કોવિડ ના શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસો ની શંકા ના દર્દીઓ, સંસર્ગ નિષેધ સુવિધાઓ ઈચ્છતા લોકો ને સુવિધાઓ આપવા માં આવશે

આ કેન્દ્ર માં ૭ વેન્ટિલેટર, ૭ બીપેપ મશીનો અને ૩/૪ વિશેષ ઓકિસજન મશીનો, આસીયુ ના ૨૫ બેડ, ડીલેક્સ રૂમ, અર્ધ ડીલેક્ષ રૂમ, સામાન્ય વોર્ડ, અને આ રોગચાળા ને પહોંચી વળવા માટે ક્રોસ ઇન્ફેક્શન થી બચવા માટે ની તમામ વિશેષ સાવચેતી અને અહમદાબાદ થી પરફેક્ટ ટીમ ડો પ્રશાંત રાવલિયા ની અધ્યક્ષતા માં ડૉ અનંત અગ્રવાલ, ડો ઋષાંગ શાહ, ડો ચિંતન પટેલ વિગેરે સેવા આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.