રાજયોના મુખ્યમંત્રીઓને હાલમાં શાળાઓ ન ખોલવા અપીલ
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
નવીદિલ્હી, દેશભરમાં કોરોના ચેપને કારણે લાખો વાલીઓ શાળાઓ શરૂ થવાને લઇને આશંકા કરી રહ્યાં છે માતા પિતાના વિશાળ સમૂહે વડાપ્રધાનને હાલમાં શાળા ન ખોલવાની અપીલ પણ કરી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે આગળ કોઇ નિર્ણય લઇ શકાય છે. ખાસ કરીને પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાની યોજના શું છે તે અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે કહ્યું હતું કે અનલોક ૩ માર્ગદર્શિકા હેઠળ ગૃહ મંત્રાલયે ૩૧ ઓગષ્ટ સુધીમાં શાળાઓ કોલેજાે અને તમામ કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ અમે નિર્ણય લઇશું પેરેન્ટ સમૂહોએ વડાપ્રધાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓને હાલમાં શાળાઓ ન ખોલવા અપીલ કરી છે.
બીજી તરફ દિલ્હી સરકાર ઇચ્છે છે કે શાળાઓ વહેલી તકે ખોલવામાં આવે દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ શાળાએ જવું ખુબ જ મહત્વપૂર્ણ છે અને વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ ફકત શાળાએ જઇને જ કરી શકાય છે હાલમાં કોરોના ચેપને ધ્યાનમાં રાખીને ૩૧ ઓગષ્ટ સુધી દેશની તમામ શાળા કોલેજાે બંધ છે તેથી શાળા ખોલવા અંગેની કોઇ પણ નવો નિર્ણય સપ્ટેમ્બર મહિના દરમિયાન જ લઇ શકાય છે.HS