Western Times News

Gujarati News

ચેન્નઈ પહોંચતા આઈપીએલ તૈયારીમાં જોડાઈ ગયો ધોની

નવી દિલ્હી, ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ લગભગ એક વર્ષ પછી મેદાન પર દમ બતાવવા માટે કમર કસી લીધી છે. આઈપીએલની ૧૩મી સિઝન માટે ધોની સહિત ચેન્નઈ સુપર કિંગ્સના બાકી ખેલાડી ચેન્નઇ પહોંચતા જ પ્રેક્ટિસ માટે જોડાઈ ગયા છે. ધોનીની ટીમે ચેન્નઈમાં કેમ્પ લગાવ્યો છે.

ધોનીએ ચેન્નઈ પહોંચતા જ જિમમાં ઘણો પરસેવો પાડ્યો હતો. તેના સાથી ખેલાડી સુરેશ રૈનાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં જિમ સેશનની તસવીર શેર કરી છે. જેમાં ધોની પાછળ જોવા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે ટીમના ૧૬ ભારતીય ખેલાડીઓમાંથી ધોની સહિત ૧૩ કે ૧૪ ખેલાડી શિવરનો ભાગ હશે. આ ખેલાડી કોવિડ-૧૯ની તપાસ કરાવીને પહોંચી રહ્યા છે. જિમ સેશન દરમિયાન દીપક ચાહર જોવા મળે છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ધોની વિશેષ વિમાનથી ચેન્નઈ પહોંચ્યો હતો. રાંચી એરપોર્ટ પર તેના માટે વિશેષ વિમાન હતું. જેમાં ચેન્નઇ સુપર કિંગ્સના અન્ય ક્રિકેટર સુરેશ રૈના, પીયુષ ચાવલા અને દીપક ચાહર પણ હતા. ગુરુવારે ધોનીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો. જેમાં તે નેગેટિન આવ્યો હતો. ચેન્નઈ રવાના થયા પહેલા બધા ખેલાડીઓ માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. હવે ધોની ચેન્નઈમાં જ રહેશે અને ત્યાંથી દુબઈ રવાના થતા પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.