Western Times News

Gujarati News

સોલા સિવિલમાં કચરાના ઢગલાંથી દર્દીઓ પરેશાન

Files Photo

(પ્રતિનિધિ ) અમદાવાદ: સોલા સિવિલ હોસ્પીટલમાં કચરાના ડંુગર જાેવા મળી રહ્યા છે તેનો સમયસર નિકાલ નહીં થતો હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. આ અંગે એક વિડીયો વાઈરલ થયા પછી તંત્ર દોડતુ થઈ ગયુ છે. વળી, આ કચરાના ઢગલાંમાં વાંદરાઓ ખાવાનું શોધતા નજરે પડતા હતા. હાલમાં કોરોનાનુું સંક્રમણ ચાલી રહ્યુ છે. સિવિલમાં કોરોનાના દર્દીઓની સાથે અન્ય બિમારી ધરાવતા દર્દીઓની ઉપસ્થિતિ પણ હશે ત્યારે આ કચરાના ઢગ જાેઈને કોઈને પણ આશ્ચર્ય થાય એમાં નવાઈ નથી. જાે હોસ્પીટલોમાં જ સફાઈની બાબતમાં બેદરકારી જાેવા મળશે તો દર્દીઓ જશે ક્યાં? ઉલ્લેેખનીય છે કે આ અગાઉ સોલા સિવિલ હોસ્પીટલ ખાતે ભણતા વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં હલકી ગુણવતાવાળું ભોજન અપાતું હોવાના પણ આક્ષેપ કર્યો હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.