Western Times News

Gujarati News

ગુજરાતમાં મોટાપાયે વિસ્તરણ કામગીરી માટે NCCએ તમામ તૈયારીઓ કરી

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન  પ્રસ્તાવની જાહેરાત કરી હતી.

ગુજરાત નિદેશાલયમાંસરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7 ગુજરાત  બટાલિયન NCC મહેસાણા અને 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન  NCC અમદાવાદનો સમાવેશ થાય છે.

અબડાસાનખત્રાણાલખપતભૂજ ભચાઉસાંથલપુરના સરહદી તાલુકા અને ગાંધીનગરના એરફોર્સ તાલુકા ખાતે કુલ 980 સિનિયર ડિવિઝનસિનિયર વિંગ અને 2650 જુનિયર ડિવિઝનજુનિયર વિંગ કેડેટ્સની NCCમાં નોંધણી કરવામાં આવશેદરિયાકાંઠાના વિસ્તારોમાં નૌસેના NCC યુનિટ્સ પહેલાંથી  વર્ષ 2017માં વિસ્તરણના ત્રીજા તબક્કામાં ઉભા કરવામાં આવ્યા છે જેમાં પોરબંદરભૂજગાંધીધામવેરાવળજામનગર અને નવસારી યુનિટ્સનો સમાવેશ થાય છે અને કુલ 15,000 વધારાની જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી.  NCCના નૌસેનાના કેડેટ્સને દરિયાઇ  પોલીસ સાથે સંકલન  કરીને દરિયાકાંઠાના  વિસ્તારોમાં પેટ્રોલિંગની તાલીમ આપવામાં આવશે.

વિસ્તરણની યોજના રાજ્ય સરકાર સાથે સંકલન કરીને અમલમાં મુકવામાં આવશે અને હવે 34 સંસ્થાઓને ઓળખી કાઢવામાં આવી છે જ્યાં NCCનો પ્રારંભ કરવામાં આવશેઅન્ય સંસ્થાઓ સાથે પણ જોડાણ માટે સંપર્કવ્યવહાર ચાલુ છે.

આનાથી માત્ર સરહદી વિસ્તારોના યુવાનોને સૈન્યની તાલીમ અને જીવનમાં શિસ્તના પાઠ શીખવા મળશે તેવું નથી પરંતુ આનાથી તેઓ સશસ્ત્ર દળોમાં જોડવા માટે પ્રેરિત પણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.