જામીન પર છૂટેલા આરોપીની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા
સુરત: સુરતમાં ફરી એક વાર જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે . જીવલેણ હુમલાનો આરોપી આજે જમીન પર છુટતાની સાથે તેના પર થયો હુમલો જેમાં એક યુવાનનું કરૂણ મોત થયું. જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે ગુનો નોંધી શરુ કરી છે તપાસ.
સુરત શહેરમાં જાણે કે અસામાજિક તત્વોનું રાજ વ્યાપ્યું હોય તેમ ધોળે દિવસે હત્યાઓનો સિલિસિલો આગળ વધી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં લોહિયાળ વારદાતો અટકવાનું નામ નથી લઈ રહી તેવામાં આજે અદાવતમાં જહાંગીરપુરા વિસ્તારમાં મર્ડર થયું છે.
સુરતનાં જહાંગીરપુરા વિસ્તારમાં આજે બે યુવાનો પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આવાસ ખાતે રહેતા મિતેશ અને તેનો મિત્ર થોડા દિવસ પહેલા આવાસમાં થયેલા સન્માનની બાબતે થયેલા ઝગડામાં ત્યાં રહેતા યુવાન પર ચપ્પુ જેવા ઘટા હથિયાર જેવા સાધન વડે હુમલો કર્યો હતો.
જોકે ૧૬ તારીખની ઘટનામાં પોલીસે બંનેવ આરોપી ઝડપી પાડ્યા બાદ આજે આ બંનેવ આરોપી જમીન પર છૂટ્યાં હતા અને આજે પોતાના ઘરે જતા હતા ત્યારે જેમના પર હુમલો કરવામાં આવ્યો તે ઈસમો દ્વારા આજે બપોરના સમયે હુમલો કરવામાં આવ્યો હતો.