Western Times News

Gujarati News

બે સગા ભાઇઓને ચોરીના ૭ મોબાઇલ ફોન, બે LED મળી કુલ્લે રૂ . ૨,૦૪,૦૦૦ / – નો ચોરીનો મુદ્દામાલ શોધી કાઢતી એલ.સી.બી. ખેડા 

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને . એમ.ડી.પટેલ પો.ઇન્સ.એલ.સી.બી ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. સ્ટાફના પો.સબ.ઇન્સ  એ.ઓ.તિવારી તથા એ.એસ.આઇ રતસિંહ , અ.હેડકો.યશપાલસિંહ , અ.હેડકો . સંદિપ , આ.હેડકો કનકસિંહ , પો.કો.ગીરીશભાઈ , તથા પો.કો. શિવભદ્રસિંહ વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડીયાદ ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આ.હેડકો કનકસિંહ તથા પો.કો.ગીરીશભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મિત્રાલ ગામે પીજ ગામ તરફ જવાના રોડ ઉપરથી એક ઇસમ નામે શહીદખાન ઉર્ફે મૌલવી જહીરખાન પઠાણ ઉ.વ .૨૫ રહે . મુળ મિત્રાલ મજીદની પાછળ ઇન્દીરા નગરી તા.વસો જી.ખેડા તથા હાલ રહે .


મોડાસા કોલેજ છાપરા તા.મોડાસા જી.અરવલ્લી નાઓને મોબાઇલ ફોન -૬ એક ટેબલેટ તથા એલ લેપટોપ સાથે ઝડપી પાડી પુછ – પરછ દરમ્યાન ગલ્લાતલ્લા બતાવતો હોય તેમજ સદરહું મુદ્દામાલના આધાર પુરાવા કે કોઇ બીલ માંગતા તેણે કોઇ આધાર પુરાવા કે બિલ રજુ નહી કરતા સદર મુદ્દામાલ ચોરી અગર છળકપટથી મેળવેલાનું જણાતા સદરી ઇસમની અંગ જડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી રૂ.૮૦- રોકડા સાથે ઝડપી પાડેલ . સદર ઇસમની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન આ મુદ્દામાલ ઉપરાંત બે એલ.ઇ.ડી. ટીવી ની તેણે ચોરી કરી લાવી પોતાના નાનાભાઇ ઇમરાનને વેચાય નહી ત્યા સુધી સાચવવા આપેલાની હકીકત જણાવતા તુરતજ તેના મિત્રાલ ગામે આવેલ તેના ઘરમાં તપાસ કરતા બે એલ.ઇ.ડી , ટીવી સાથે તેના નાના ભાઇ ઇમરાન ઉર્ફે ઇમો જહીરખાન પઠાણ નાઓ પણ મળી આવતા

ચોરીની એક સોની કંપનીની તથા એક વીડીયોકોન કંપનીની એલ.ઇ.ડી ટીવી કલ્પે કરેલ . આમ , ઉપરોક્ત પકડાયેલ બંન્ને ઇસમો પાસેથી મળી આવેલ જુદી – જુદી કંપનીના મોબાઇલ ફોન તથા ટેબલેટ મળી નંગ -૦૭ તથા લેપટોપ નં .૦૧ તથા એલ.ઇ.ડી. ટી.વી નંગ -૦ કુલ્લે કિંમત રૂપિયા ૨,૦૪,૦૦૦ / – ના તથા અંગ જડતીના રૂ . ૮૦ / – મળી કુલ્લે રૂ . ૨,૦૪,૦૮ – ના મુદ્દામાલ બાબતે કોઇ આધાર પુરાવા કે બિલ તેમજ કોઇ કાગળો રજુ કરેલ ન હોય આ મુદ્દામાલ ચોરી અગર છળ કપટથી મેળવી લાવેલાનો શક વહેમ હોય સદરહું મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કજે કરી સદરહું બંન્ને ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ પકડી અટક કરી વસો પો.સ્ટે . સોપેલ છે . સદરહું આરોપીઓ પૈકી સદર આરોપી .૧ નાએ સદર મોબાઇલ ફોન તથા ટેબલેટ મોડાસા તેમજ વડોદરા શહેર તેમજ લેપટોપ બોરીયાવી ગામેથી તથા એલ.ઇ.ડી.ટી.વી વડોદરા શહેર ને.હા.નં .૪૮ નજીકથી તથા રાવલી ગામેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતો હોય અને સદર મુદ્દામાલ પોતાના ભાઇ આરોપી નં .૨ નાને સાચવી રાખવા માટે આપેલ હોય જે બાબતે ખરાઇ કરતા અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૧૧ ૧૮૮ ૦૦૯ ૨૦ ૧૦૫૫ ઇપીકો.ક . ૩૮૦ મુજબનો ગુનો રજી . થયેલ છે . તેમજ અન્ય મુદ્દામાલ બાબતે તપાસ ચાલુ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.