પ્રાંતિજ સ્વામી વિવેકાનંદ શોપીંગ ખાતે થયેલ દબાણ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર ખાતે આવેલ દુકાન માં કરેલ દબાણ નો ને લઈને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નવ દુકાન દારો ને નોટીસ પાઠવવામાં આવી.
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર માં આવેલ નવ દુકાન દારો ને દુકાન માં કરેલ દબાણો શરતભંગ ને લઈને પ્રાંતિજ નગરપાલિકાના ના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા દુકાન માલિકો ને નોટીસ પાઠવવામાં આવી છે તો અગાઉ પણ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવા બાબતે નોટીસ પાઠવી હતી અને દબાણ દુર ના થતાં
જેસીબી મશીન , ટ્રકટરો અને પાલિકા ના માણસો દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે ગયા હતાં અને અંદરો અંદર સમાધાન થતાં ટાઢું પાડયું હતું તો ગાજ્યા મેધ વરસ્યા ન હતા અને આ વખતે શું ફરી નોટીસો આપવામાં આવી છે
ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વખતે દબાણ દુર થશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ ફરી પેદા થશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે ત્યારે હાલતો નોટીસ પાઠવવામાં આવતા ફરી સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર ચર્ચાઓમાં આવ્યું છે .