Western Times News

Gujarati News

અયોધ્યા બાદ મથુરા કૃષ્ણ જન્મ ભૂમિનો મામલો કોર્ટમાં

મથુરા, અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો અદાલત સુધી પહોંચી ગયો છે. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી મસ્જિદ હટાવવાની માંગ સાથે મથુરાની સિવિલ કોર્ટમાં એક કેસ કરવામાં આવ્યો છે.જેમાં જન્મભૂમિ પરિસરની 13 એકર જમીન પર કબ્જો માંગવામાં આવ્યો છે અને શાહી મસ્જિદ ઈદગાહ હટાવવાની માંગ કરવામાં આવી છે.

ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાનની રંજના અગ્નિનહોત્રી તરફથી સુપ્રીમિ કોર્ટના વકિલે અરજી દાખલ કરી છે.જેમાં જમીનને લઈને 1968માં જે સમાધાન કરાયુ હતુ તેને ખોટુ હોવાનુ કહેવાયુ છે.આ કેસ કરવામાં કુલ 6 કૃષ્ણ ભક્તોનો સમાવેશ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન અને સ્થાન શ્રીકૃષ્ણ જન્મભૂમિના નામથી દાખલ કરાયેલી પિટિશનમાં કહેવાયુ છે કે, જે જગ્યાએ હાલમાં મસ્જિદ છે ત્યાં જ જેલ હતી અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. 1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવાયુ ત્યારે નક્કી કરાયુ હતુ કે, ફરી મંદિરનુ નિર્માણ કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા તેનુ આયોજન કરાશે.1958માં શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંઘ નામની સંસ્થા બનાવાઈ હતી અને જમીન પર કબ્જો મેળવવા માટે સંસ્થાએ કાર્યવાહી શુ કરી છે.સંસ્થાએ 1964માં જમીન પર કબ્જો મેળવવા માટે એક સિવિલ કેસ દાખલ કર્યો હતો.જોકે સંસ્થાએ 1968માં જાતે જ મુસ્લિમ પક્ષ સાથે સમાધાન કરી લીધુ હતુ અને તેના ભાગરુપે મુસ્લિમ પક્ષે મંદિર માટે જમીન છોડી હતી અને તેના બદલામાં તેને મંદિર સાથે જોડાયેલી જગ્યા આપી દેવામાં આવી હતી.

આ સમાધાનને જ હવે કોર્ટમાં પડકારવામાં આવ્યુ છે.જોકે કેસ સામે મોટી આડખીલી પ્લેસ ઓફ વરશીપ એક્ટ,1991 છે.જે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ બનાવાયો હતો.જે પ્રમાણે આઝાદીના દિવસથી જે ધર્મસ્થળનો કબ્જો જેની પાસે છે તેની પાસે જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.