તેજ પ્રતાપની સાળી કરિશ્મા રાજદની ટિકિટ પર ચુંટણી લડશે
પટણા, રાજદના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપસિંહની સાળી કરિશ્મા રાય દાનપુરથી ચુંટણી લડશે લાલુ પરિવાર અને વેવાણ ચંદ્રિકા રાયના પરિવારમાં મતભેદ કોઇનાથી છુપાયેલા નથી
ચંદ્રિકા રાય રાજદ છોડી હવે જદયુમાં સામેલ થયા છે પરસા વિધાનસભા બેઠક પર ચંદ્રિકાને પરાજય આપવા માટે તેજસ્વી યાદવે તેમની જ ભત્રીજી કરિશ્મા રાયને રાજદમાં સામેલ કરાવી હતી.
કરિશ્માપહેલા પરસાને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી હતી પરંતુ અચાનકથી તે દાનાપુરમાં સક્રિય થઇ ગઇ છે. બે દિવસથી જનસંપર્ક અભિયાન ચલાવી રહી છે
કરિશ્માએ કહ્યું કે પાર્ટીનો જયાંથી આદેશ હશે ત્યાંથી તે લડશે.
બિહાર વિધાનસભા ચુંટણી પહેલા વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે ચંદ્રિકા રાયની ભત્રીજી કરિશ્માને રાજદમાં સામેલ કરાવી હતી.
તેચંદ્રિકાના મોટાભાઇ વિધાનચંદ્ર રાયની પુત્ર અને તેજપ્રતારની પત્ની ઐશ્વર્યા રાયની મોટી બેન છે.
ધંધાથી ડેટિસ્ટ કરિશ્માને તેજસ્વીએ ધૂમધામથી પાર્ટીનું સભ્ય રદ આપ્યું હતું.કારણ કે માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચુંટણીમાં લાલુ પરિવાર અને ચંદ્રિકા પરિવારનો મુકાબલો થઇ શકે છે.
તેજસ્વી કે તેજપ્રતાપમાંથી કોઇ એકની વિરૂધ્ધ ઐશ્વર્યા ચુંટણી લડી શકે છે.કહેવાય છે કે ચંદ્રિકાને તેમના જ વિધાનસભા વિસ્તાર પરસામાં જ ઘેરવા માટે કરિશ્માને રાજદમાં સામેલ કરવામાં આવી હતી.
કરિશ્માએપણ રાજદમાં સામેલ થતા જ બેન ઐશ્વર્યાથી તલાક માંગી રહેલ તેજપ્રતાપને બિહારના સૌથી પ્યારા નેતા બતાવ્યા અને લાલુ પરિવાર પ્રત્યે સમર્પણ બતાવ્યું.HS