બંગાળ ભાજપના અધ્યક્ષ ધોષ કોરોના પોઝીટીવ
કોલકતા, પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા છે જે બાદમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગે આપેલી જાહેરાત પ્રમાણે તેમને તાવ હતો જે બાદમાં હોસ્પિટલમં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલના એક વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે ધોષને ૧૦૨ ડીગ્રી તાવ હતો હાલ તેમની સારવાર ચાલી રહી છે.તેમના ઓકસિજનનું સ્તર સામાન્ય છે.ચિંતાની કોઇ વાત નથી છેલ્લા બે દિવસથી ઘોષની તબીયત સારી ન રહેતા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
એ યાદ રહે કે પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે કોરોના વાયરસના સંક્રમણને લઇને વિવાદિત નિવેદનો કરીને ચર્ચામાં રહ્યાં હતાં આ પહેલા તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ગૌમુત્ર પીવાથી શરીરમાં કોરોના વાયરસ સહિત તમામ પ્રકારના વાયરસથી લડવાની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘોષનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યાં હતાં કે જાે હું તમને ગાયની વાત કરૂ તો અનેક લોકોને નહીં ગમે ગઘેડા કયારેય પણ એક ગાયનું મહત્વ નહીં સમજે જે દારૂ પીવે છે તે ગાયનું મહત્વ ન સમજે.HS