Western Times News

Gujarati News

જામનગર ગેંગરેપ: આરોપીને મહિલાએ ચપ્પલથી ફટકાર્યો

જામનગર, જામનગરના સામુહિક દુષ્કર્મ કેસનો ચોથો આરોપી પણ ખંભાળીયા પંથકમાંથી ઝડપાઇ ગયા બાદ જામનગર લવાતા મહિલા કોંગ્રેસે આરોપીને ચપ્પલથી માર્યો હતો અને પોલીસે પણ આરોપીને ભરપેટ માર ખાવા દીધો હતો.
જામનગરમાં સામુહિક દુષ્કર્મ કેસનો ચોથો આરોપી મોહિત આંબલીયા નામનો શખ્સ ખંભાળીયા તાલુકાના ખજુરીયા ગામે હોવાની બાતમી સાથે પોલીસે ઝડપી લીધો હતો. બાદ જામનગર લવાતા મહિલા કોંગ્રેના હોદેદારો દોડી ગયા હતા અને ભારે રોષમાં આવી જઇ આરોપીને ચપ્પલ વડે ફટકાર્યો હતો. આરોપીને પોલીસ સ્ટેશન લઇ જવાયા બાદ પણ આરોપી ઉપર ખાસડાનો વરસાદ થયો હતી. આજે આરોપીને જામનગર લાવી મહિલા પોલીસ સ્ટેશનને સોંપાયો ત્યારે કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફી, નીતાબેન પરમાર, સહારાબેન મકવાણા, જેતુનબેન રાઠોડ, રંજનબેન ગજેરા વિગેરે પહોંચી ગયા હતા અને આરોપીઓને મહિલાઓએ ચપ્પલ વડે ફટકાર્યો હતો.

જામનગરના ધરારનગર વિસ્તારના એક નાગરિકે પોલીસવડાને અરજી કરી અઢી માસ પહેલાં તેની સગીર વયની પુત્રી ઉપર એક શખ્સે દુષ્કર્મ આચર્યા બાદ ધરારનગર-૧ માં ચાલીની બાજુમાં રહેતો શખ્સ તેમજ અજાણ્યા શખ્સો અપહરણ કરી લઇ ગયા હતા અને બીજી વખત એટલે કે ગત તા.ર૮ સપ્ટેમ્બરના રોજ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને ખુલ્લેઆમ ફરે છે તેથી પીડિતાના પરિવારને રક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે. આ અરજી થતા જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.