Western Times News

Gujarati News

૧૦૦ ભારતીય વાલંટિયર્સને રશિયાની રસી લગાવાઇ

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરમાં લગભગ એક વર્ષ પુરૂ થઇ ગયું છે પરંતુ હજુ સુધી તેની યોગ્ય સારવાર મળી શકી નથી દુનિયાભરમાં કોરોના વેકસીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ યોગ્ય વેકસીન લોકો સુધી કયારે પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. જયારે ભારતે રશિયન સ્તુપતિનિક વી વેકસીનનું પરીક્ષણ કરવાની મંજુરી આપી દીધી હતી. હવે કોરોનાની વિરૂધ્ધ રશિયન સ્પુતિનક વી વેકસીનનું પરીક્ષણ ભારતમાં ૧૦૦ સ્વયંસેવકો પર કરવામાં આવશે ભારતીય ઔષધિ મહા નિયંત્રક (ડીજીસીઆઇ)એ આ માહિતી આપી છે.

ડીજીસીઆઇએ પરીક્ષણ કરવા માટે ફાર્માસ્યુટિકલ કંપની ડો રેડ્ડીની પ્રયોગશાળાઓને મંજુરી આપી છે જાે કે પરીક્ષણની તારીખ અને સમય કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. સ્પુતનિકે ગઠબંધનનો હવાલાથી કહ્યું કે રસી લગાવવાના ત્રીજા તબક્કામાં પહોંચતા પહેલા બે કલીનીકલ ટ્રાયલ કરવામાં આવશે તે ગત અઠવાડીયે ડીજીસીઆઇની વિશેષજ્ઞ સમિતિએ બીજા તબક્કાની કલીનિકલ ટ્રાયલ માટે ડો રેડ્ડીની પ્રયોગશાળાઓને મંજુરી આપવાની ભલામણ કરી હતી. સરકારી અધિકારી અનુસાર ડો રેડ્ડી લૈબે કહ્યું કે બીજા તબક્કાના કલીનિયકલ ટ્રાયલના ૧૦૦ સ્વયંસેવકોને સામેલકરી શકાય છે જયારે ત્રીજા તબકકામાં આ સંખ્યા ૧૪૦૦ થઇ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.