Western Times News

Gujarati News

જીપની ટક્કરે ASIનું મોત, એક પોલીસકર્મી ઇજા

પોરબંદર: પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પુરપાટે દોડી આવી રહેલી જીપ કમ્પાસ કારે સર્કલ નજીક ઓટોને ટક્કર મારી હતી જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને અતિગંભીર ઇજા પહોંચી હતી.આ ઇજાગ્રસ્ત પૈકીના એએસઆઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની નોબત આવી હતી. દરમિયાન રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહેલા એએસઆઈનું રસ્તામાં મોત થયું હતું.

વીરભનુની ખાંભી નજીક મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો.
ઘટનાના પગલે પોલીસબેડામાં હાહાકાર મચી ગયો છે. બનાવની વિગત એવી છે કે પોરબંદર શહેર પોલીસની હદમાં આવેલી વીરભનુની ખાંભી નજીક મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીંયા એક જીપ કમ્પાસ કાર પુરપાટે આવી રહી હતી જે સર્કલ નજીક ઓટો સાથે અથડાઈ હતી. દરમિયાન આ સર્કલ પર બે પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા હતા. કારની ટક્કરમાં આ બંને પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બંને પોલીસકર્મીઓ નાઇટ કોમ્બિંગ કરી રહ્યા હતા તેવામાં તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી
પુરપાટે દોડી આવતી બેફામ જીપ કમ્પાસની ટક્કર એટલી ગંભીર હતી કે સર્કલ પણ બુકડો બોલી ગયું હતું તેવામાં એએસઆઈ ગોવિંદભાઇ ગરચર અને જવાન મહેશ ઓડેદરા ફરજ પર હાજર હતા. બંને પોલીસકર્મીઓ નાઇટ કોમ્બિંગ કરી રહ્યા હતા તેવામાં તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાન એએસઆઈ ગરચરને વધુ ગંભીર ઇજાઓ થઈ હતી

આ ઘટનામાં કાર ચલાવી રહેલો કાર ચાલક દારૂં પીધેલી હાલતમાં હોવાની આશંકા છે.
તેથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની ફરજ પડે તેમ હતી આથી ગરચરને રાજકોટ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉપલેટા નજીક તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં કાર ચલાવી રહેલો કાર ચાલક દારૂં પીધેલી હાલતમાં હોવાની આશંકા છે. મોડી રાતે થયેલા આ અકસ્માત બાદ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.