મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ
વડોદરા: રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ રવિવાર તા.૨૫ ઓકટોબર-૨૦૨૦ના રોજ મિશન ૨૦૨૬ હેઠળ સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, મંત્રીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૮ પર એલ.એન્ડ ટી. નોલેજ સિટી પાસે અનખોલ ગામની હદમાં યોજવામાં આવ્યો છે જ્યાં સવારે ૧૦.૧૫કલાકે મુખ્યમંત્રીશ્રી પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. તેમાં ૫ લાખ ચોરસ મીટર જમીનમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનોનો સમાવેશ થાય છે.