Western Times News

Gujarati News

બ્રહ્મપુત્ર નદી પર ચીન વિરાટ બંધ બાંધશે

નવી દિલ્હી, પોતાની 14મી પંચવર્ષીય યોજનાના અમલના નામે ચીન બ્રહ્મપુત્ર નદી પર એક વિરાટ બંધ બાંધી રહ્યું હતું. આ બંધના પગલે ભારત અને બાંગ્લા દેશને તકલીફ પ઼ડશે એમ નિષ્ણાતો કહે છે.

આ બંધ ભારત અને તિબેટની વચ્ચે આવતા વિસ્તારમાં બંધાશે. ઔપચારિક બાંધકામ આવતા વર્ષથી 2021થી શરૂ થશે. એક ચીની કંપનીના અધ્યક્ષને ટાંકીને ચીની મિડિયાએ આ સમાચાર પ્રગટ કર્યા હતા.

ગ્લોબલ ટાઇમ્સે પાવર કન્સ્ટ્ર્ક્શન કંપની ઑફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગને ટાંકને પ્રગટ કરેલા અહેવાલ મુજબ યારલુંગ જમ્બો (બ્રહ્મપુત્રનું તિબેટી ભાષાનું નામ ) પર એક વિરાટ બંધ બાંધવાની યોજના તૈયાર કરી રહ્યું હતું. આ યોજના ચીનની 14મી પંચવર્ષીય યોજના (2021-2025)ના ભાગ રૂપે તૈયાર થશે. 2035 સુધીમાં આ યોજનાના દીર્ઘકાલીન લક્ષ્યાંકો પાર પાડવાના હતા.

આવતા વરસે નેશનલ પિપલ્સ કોંગ્રેસ દ્વારા આ યોજનાને સમર્થન મળી જાય ત્યારબાદ એની વિગતો જાહેર કરાશે. અત્યારે માત્ર બંધ બાંધવા પૂરતી જાહેરાત કરાઇ હતી. આ બંધને જળવિદ્યુત યોજના તરીકે પણ ઓળખાવાઇ હતી. ચીને એવો દાવો કર્યો હતો કે આ યોજનાના અમલથી દેશના જળસ્રોતો અને સ્થાનિક સુરક્ષા વધુ સુદ્દઢ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.