ખેડૂતે “કૌન બનેગા કરોડપતિ”માં ૫૦ લાખ જીત્યા
મુંબઈ: કૌન બનેગા કરોડપતિની સીઝન ૧૨ દરેક અર્થમાં ઇતિહાસ રચી રહી છે. સીઝન ૧૨ પહેલા જ ત્રણ કરોડપતિ આપી ચૂકી છે. હવે એક ખેડૂતે ૧૪ પ્રશ્નોના સાચા જવાબ આપીને આ ૫૦ લાખ રૂપિયા તેના નામે કર્યા છે. ખેડૂતે એટલી સરસ રમત રમી કે અમિતાભ પણ તેમના જ્ઞાનની પ્રશંસા કરતાં થાકતા નહોતા.
તેજ બહાદૂરે ગેમ ખૂબ જ વિચારપૂર્વક રમી અને જરૂર પડ્યે તેની લાઈફલાઈનનો પણ ઉપયોગ કર્યો. તે એટલી સારી રીતે રમ્યો કે અમિતાભને પણ એક કરોડનો સવાલ તેની સામે મૂકવાની તક મળી. પરંતુ તે સવાલનો જવાબ આપી શક્યો નહીં. તેજને એક કરોડના આ સવાલ પર જોખમ લેવાની જરૂર નહોતી.
તે વારંવાર કહેતો હતો કે જો તેણે ખોટો જવાબ આપ્યો તો તે તેનો અભ્યાસ ચૂકી જશે. આવી સ્થિતિમાં આ ખેડૂતે એક કરોડના સવાલ પર ગેમ છોડવાનું નક્કી કર્યું. એક કરોડનો સવાલ હતો- ‘૧૮૫૭ની લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવનારા મંગળ પાંડેનો સંબંધ આમાંથી કઈ રેજિમેન્ટ સાથે હતો?’