Western Times News

Gujarati News

બ્રિટનમાં કોરોનાની રસી મુકવાનુ શરુઃ 90 વર્ષના મારગ્રેટ કિનન રસી લેનાર પહેલા મહિલા

નવી દિલ્હી, બ્રિટનમાં આજથી કોરોના વેક્સિન આપવાની શરુઆત થઈ છે અને 90 વર્ષના મારગ્રેટ કિનન દુનિયાના પહેલા મહિલા બન્યા છે જેમને ટ્રાયલ બાદ સંપૂર્ણ રીતે ડેવલપ થયેલી કોરોના વેક્સિન આપવામાં આવી છે.

આજે લંડનની એક હોસ્પિટલમાં તેમને ફાઈઝર કંપનીની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.મારગ્રેટ એક મહિના બાદ પોતાનો 91મો જન્મ દિવસ મનાવવાના છે.બ્રિટનમાં કોરોના રસી મુકવાની આજથી શરુઆત થઈ છે.આ પહેલા ટ્રાયલ દરમિયાન ઘણા લોકોને આ વેક્સિન અપાઈ છે પણ ટ્રાયલ બાદ રસીકરણ કાર્યક્રમમાં રસી આપવાનુ બ્રિટનમાં આજથી શરુ થયુ છે.

આ સાથે જ બ્રિટન દુનિયાનો પહેલો દેશ બન્યો છે જેણે કોરોના સામે આખરી જંગ શરુ કર્યો છે.અત્યાર સુધી કોરોના 15 લાખ લોકોના જીવ લઈ ચુક્યો છે.બ્રિટનમાં ફાઈઝર કંપનીની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે.

ભારતમાં પણ કોવિશિલ્ડ અને ફાઈઝર વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે સરકારની મંજૂરી માંગવામાં આવી છે અને ભારત સરકાર આ રસીને વહેલી તકે મંજૂરી આપે તેવી સંભાવનાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.