Western Times News

Gujarati News

બ્રિટનથી આવનારી ફ્લાઈટ્‌સ પર ૩૧ ડિસે. સુધી ભારતનો પ્રતિબંધ

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેઇનને પગલે હડકંપ મચી ગયું છે. આ કારણે કેટલાક યુરોપીયન દેશોએ બ્રિટનથી આવવા જવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ હવે ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્‌સ પર ૩૧ ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે. ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધનો સમય આજે રાતના ૧૨ વાગ્યાથી શરૂ થશે. આ પહેલાં આવનારી ફ્લાઇટ્‌સના દરેક પેસેન્જર્સનું આરટી-પીસીઆર ટેસ્ટ ફરિજીયાત કરવામાં આવશે.

ભારત સરકાર તરફથી ટિ્‌વટ કરતાં જણાવવામાં આવ્યું કે, બ્રિટનમાં હાલની સ્થિતિને જાેતાં ભારત સરકારે ર્નિણય લીધો છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ  ફ્લાઇટ્‌સ પર પર રોક લગાવવામાં આવે. આ પ્રતિબંધ આજ રાતના ૧૨ વાગ્યાથી શરૂ થશે. આ પહેલાં આવનારા લોકોની ફરજીયાત આરટી-પીસીઆર તપાસ કરાવવામાં આવશે.

ભારત સરકારના ર્નિણય પહેલાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ મામલે ટિ્‌વટ કરતાં લખ્યું હતું કે, યુનાઇટેડ કિંગડમમાં કોરોનાના નવા સ્ટ્રેઇનથી હલચલ છે અને તે સુપર સ્પ્રેડરની જેમ કામ કરી રહ્યો છે. આવામાં ભારત સરકારે યુકેની તમામ ફ્લાઇટ્‌સ બેન કરવી જાેઇએ.

ઉપરાંત રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પણ ટિ્‌વટ કરતાં લખ્યું હતું કે, યુનાઇટેડ કિંગડમમાં કોરોનાના નવા સ્ટ્રેઇનના સમાચાર ઘણા ચિંતાજનક છે. ભારત સરકારે આ મામલે તરત જ એક્શન લેવા જાેઇએ અને યુકે તથા અન્ય યુરોપીયન દેશોથી આવતી ફ્લાઇટ તરત બેન કરવી જાેઇએ. આ અંગે સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનનું કહેવું છે કે, અત્યારથી જ આને લઇને પેનિક ના ફેલાવવું જાેઇએ.

આપણા વૈજ્ઞાનિક આની પર નજર રાખી રહ્યાં છે. પરંતુ પેનિક ફેલાવવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરબે રવિવારે દેશમાંથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સહિત જમીન અને સમુદ્રના માર્ગે પરિવહન એક સપ્તાહ માટે બંધ કરી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.