Western Times News

Gujarati News

એક દિવસમાં રોકાણકારોના ૭ લાખ કરોડનું જંગી ધોવાણ

Files Photo

મુંબઈ: બ્રિટનમાં કોરોના વાયરસનો નવા પ્રકારનો સ્ટ્રેન સામે આવતાં દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ નવા સ્ટ્રેનની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જાેવા મળી છે. શેર બજાર ધડામ કરતાં પછડાયું છે અને સેન્સેક્સમાં ૧૪૦૦ અને નિફ્ટીમાં ૪૩૨ અંકોનું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ ૩ ટકા એટલે કે ૧,૪૦૬.૭૩ અંકોના ઘટાડા સાથે ૪૫,૫૫૩.૯૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૩.૧૪ ટકા એટલે કે ૪૩૨.૧૫ અંકોના ઘટાડા સાથે ૧૩,૩૨૮.૪૦ પર બંધ રહ્યું હતું. અમુક દેશોમાં લોકડાઉનની જાહેરાત બાદ બજારમાં ગાબડું પડ્યું છે. બેન્ક નિફ્ટીમાં ૧૦૪૦ અંકનો ઘડાટો નોંધાયો છે. શેરબજારમાં આવેલાં કોહરામને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં ૭ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

સોમવાર બજાર બંધ થતાં તમામ ૧૧ સેક્ટોરલ સૂચકાંકોમાં ઘટાડો જાેવા મળ્યો હતો. નિફ્ટી બેંકમાં ૪.૨૫ ટકા, નિફ્ટી ઓટોમાં ૪.૬૦ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ૩.૩૩ ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસમાં ૨૫/૫૦માં ૩.૬૪ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૨.૮૪ ટકા, નિફ્ટી આઈટીમાં ૧.૭૭ ટકા, નિફ્ટી મીડિયામાં ૬.૫૨ ટકા, નિફ્ટી મેટલમાં ૫.૭૫ ટકા, નિફ્ટી ફાર્મામાં ૩.૮૮ ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં ૭.૧૨ ટકા અને નિફ્ટી પ્રાઈવેટ બેંકમાં ૪.૨૮૯ ટકા હતો.

ઘટાડા સાથે યુરોપિયન બજારો ખુલવાને કારણે ભારતીય શેર બજારમાં આ ઘટાડો જાેવા મળ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ઇંગ્લેન્ડમાં ફરી એકવાર નવા પ્રકારના કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં તણાવ વધ્યો છે. બ્રિટનમાં નવા પ્રકારનાં કોરોના વાયરસ સામેની લડતમાં નવો વળાંક આવ્યો છે. જેના કારણે બ્રિટનમાં ફરીથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વના ઘણા દેશોએ બ્રિટનથી આવવા અને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં યુકેના યુરોપિયન પડોશીઓએ પણ ભયને કારણે યુકેના પ્રવાસીઓ માટે તેમના દરવાજા બંધ કરવાનું શરૂ કરી દીધું છે. આ તે જ કારણ હતું કે આજે યુરોપિયન બજારમાં ડાઉનવર્ડ વલણ સાથે ખુલ્યું.

દરમિયાનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી અને રૂપિયાના મૂલ્યના ઘટાડાને પગલે દિલ્હી સોના બજારમાં સોમવારે સોનાના ભાવ ૪૯૬ રૂપિયા વધવા સાથે ૫૦ હજાર રૂપિયાથી ઉપર ચાલ્યા ગયા હતા. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું ૧૦ ગ્રામ દીઠ ૪૯,૮૦૧ રૂપિયા પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ .૨,૨૪૯ વધીને રૂ. ૬૯,૪૭૭ પર બંધ રહ્યો હતો. અગાઉનો બંધ ભાવ ૬૭,૨૨૮ રૂપિયા પ્રતિ કિલો હતો. સોમવારે સવારના કારોબારમાં ડોલર સામે રૂપિયો ૧૭ પૈસા તૂટીને ૭૩.૭૩ પર બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક ઔંસના ૧,૮૯૮ ડોલર થઈ ગયું,

જ્યારે ચાંદીમાં પણ ઔંસના ભાવ પણ લાભ સાથે ૨૬.૬૩ ડોલર થયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે કોરોના વાયરસના વધતા કેસથી રસી આવવાની જે ધારણા ઊભી થઈ હતી તેની આના પર અસર થઈ છે.. રોગચાળાની ચિંતા વધતાં સોનાના ભાવમાં વધારો થયો હતો. તેમણે કહ્યું હતું કે રોગચાળાને કારણે બ્રિટને લોકડાઉન પગલાંને કડક રીતે અમલમાં મૂક્યા હતા, જ્યારે યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં પ્રતિબંધોએ આર્થિક પુન .પ્રાપ્તિ અંગે ચિંતા ઊભી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.