Western Times News

Gujarati News

મનોજ બાજપેયીએ “ધ ફેમિલી મેન”ની બીજી સિરિઝનો ફર્સ્ટ લૂક શેર કર્યો

મુંબઈ: એમેઝોન પ્રાઇમ વિડીયોની વખાણાયેલી વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ની બીજી સીઝન ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. એમેઝોન પ્રાઇમ વિડીયોએ તેની એક ઝલક તેમના ટિ્‌વટર પર અને અભિનેતા મનોજ બાજપેયીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર જે ફર્સ્‌ટ લૂક શેર કરવામાં આવ્યો છે તેમાં ટાઇમ બોમ્બ દેખાડવામાં આવ્યો છે.

૨૦૨૧ તેના પર લખાયેલું છે જ્યારે તે નીચેથી ઉપર સુધી વાંચવામાં આવે તો તે ૧૨૦૨ અર્થમાં આવે છે. હવે લોકો આનાથી બે પ્રકારના અનુમાન લગાવી રહ્યા છે. એક તે છે કે આ સીરીઝ ૨૦૨૧માં આવવાની તૈયારીમાં છે, અને બીજાે તે છે કે આ સીરીઝ ૧૨ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકે છે.

એમેઝોને સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, ‘અહીં ટાઈમર વિશે ખબર નથી પણ અમે એકસાઈટમેન્ટ સાથે એક્સપ્લોડ કરી રહ્યા છીએ. આ શોમાં ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રીકાંત તિવારીની ભૂમિકા નિભાવનારા મનોજ બાજપેયીએ પણ પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે, ‘પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. આ તમારા માટે અમારા નવા વર્ષની ભેટ છે. કાળજીપૂર્વક તેને ખોલો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.