ઇસ્લામાબાદમાં ૪.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિકટર સ્કેલ પર તેમની તીવ્રતા ૪.૭ માપવામાં આવી હતી પાકસ્તાનમાં આ ભૂકંપ આજે સવારે ૧૧ વાગે આવ્યો હતો નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીએ તેની માહિતી આપી હતી જાે કે હજુ સુધી કોઇ જાનહાનીના કોઇ અહેવાલો નથી.
આ ભૂકંપ અનુભવતા લોકો તાકિદે પોત પોતાના ઘરોમાંથી બહાર નિકળી ગયા હતાં. એ યાદ રહે કે આ પહેલા મંગળવારે ક્રોએશિયામાં તેજ ભૂકંપના આચકા અનુભવાયા હતાં ક્રોએશિયામા આવેલ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૩ રહી આટલી તીવ્રતાથી આવેલા ભૂકંપથી ખુબ નુકસાન થયુ ંજયારે છ લોકોના ભૂકંપના કારણે મોત નિપજયા હતાં જયારે અનેક લોકોને ઇજા થઇ હતી.HS