દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગીર-સોમનાથ: દીવના દરિયામાં ડોલ્ફિનનું એક ઝુંડે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં આવેલો ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા જ છે.
તાજેતરમાં પ્રવાસીઓ માટે એક અન્ય વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આકર્ષણનું કેન્દ્ર ડોલ્ફિનનું એક ઝુંડ છે. દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજકાલ ડોલ્ફિનના આ ઝુંડને જાેઈને સહેલાણીઓ રોમાંચિત બની રહ્યા છે. જાેકે, ડોલ્ફિનને જાેવા માટે સવારે વહેલા ઉઠવું પડે છે.
ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફિન દીવના દરિયામાં મહેમાન બને છે. કડકડતી ઠંડીમાં આ ડોલ્ફિન દીવના બીચ નજીક આવી પહોંચે છે. સામાન્ય રીતે સવારે સવારે ૬થી ૧૦ સુધી ડોલ્ફિન જાેવા મળે છે. કારણ કે એવું છે કે આ સમયે દરિયો શાંત હોવાથી ડોલ્ફિન બીચ નજીકના વિસ્તારોમાં જાેવા મળી રહી છે. આજકાલ સહેલાણીઓ માટે ઘોઘલા બીચથી ડોલ્ફિન જાેવા માટે ખાસ બોટ પણ ચલાવવામાં આવી રહી છે. દીવના દરિયામાં ૩૦થી ૬૦ જેટલી ડોલ્ફિન જાેવા મળી રહી છે.
આગામી દિવસોમાં વધારે પ્રમાણમાં ડોલ્ફિન દીવની મહેમાન બનશે તેવું સ્થાનિકોનું માનવું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં વર્ષોથી દીવના સમુદ્રમાં ડોલ્ફિન જાેવા મળી રહી છે. સામાન્ય રીતે ડોલ્ફિન શિયાળામાં જ વધુ જાેવા મળતી હોવાથી શિયાળાના ચાર મહિના પ્રવાસીઓ બોટ મારફતે દીવના દરિયામાં ડોલ્ફિન જાેવા જતા હોય છે.
પ્રવાસીઓ પણ આશા ખી રહ્યા છે કે દીવના શાંત અને રમણીય બીચ પર આવનારા સમય માં વધારે ડોલ્ફિનના ઝુંડ મહેમાન બનશે. નોંધનીય છે કે ગુજરાતના દરિયા કિનારા પર ડોલ્ફિન ભાગ્યે જ જાેવા મળે છે.