બાળકને એક મહિના સુધી બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
બિકાનેર, રાજસ્થાનમાં એકવાર ફરીથી માણસાઈને ભૂંડી બતાવે તેવી ઘટના સામે આવી છે. બિકાનેર જિલ્લાના બજ્જૂ વિસ્તારમાં ચાર હવસોએ હેવાનિયતને પાર કરી દીધી છે. પહેલા તો ચારેય પાડોશીઓએ મળીને એક 15 વર્ષના નાબાલિગનું અપહરણ કર્યું, ફરી એક મહિના સુધી બંધક કરીને તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા.
જાણકારી મુજબ પીડિતની માએ પોલિસને જણાવ્યું કે ગત 5 ડિસેમ્બરે તેનો 15 વર્ષનો દિકરો પોતાના નાનાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેના પડોશી જસરાજ બિશ્નોઈ, તેના સંબંધીઓ હરિશ, સોમરાજ, અને વિકાસે તેનું અપહરણ કરી લીધું. અને તેને પીકઅપમાં બેસાડીને લૂણકરણસર લઈ ગયા. રસ્તામાં આરોપીઓએ તેને જબરદસ્તી શરાબ પિવડાવીને મારપીટ કરી. આ દરમિયાન તેમણે નાબાલિગને ખૂબજ યાતનાઓ પણ આપી.