ચહલની પત્ની ધનશ્રીએ હાર્ડી સંધૂનાં ગીત ઉપર ડાન્સ કર્યો
નવી દિલ્હી: યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે એક ડોક્ટર હોવાની સાથે એક સુંદર ડાન્સર પણ છે. સોશિયલ મીડિયા પર ધનશ્રીનાં ડાન્સ વીડિયો ધમાલ મચાવી રહી છે. તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર જાેવા મળે છે. ધનશ્રીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હાર્ડી સંધૂનાં ગીત તિતલિયા પર ધમાલ મચાવતી નજર આવે છે.
ધનશ્રીનો આ વીડિયો તેનાં ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને તેને ખુબ બધા વ્યુઝ પણ મળી રહ્યાં છે. ધનશ્રીનો આ વીડિયો તેનાં જૂના વીડિયોનાં રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. આ વીડિયોને ૧ કલાકની અંદર જ ૫ લીખથી વધુ વ્યૂઝ અને ૧ લાખ ૨૫ હજારથી વધુ લાઇક્સ મેળવી ચુક્યો છે. ધનશ્રીનો આ વીડિયો ફેન્સ પસંદ કરી રહ્યાં છે. વીડિયોમાં ધનશ્રીનો અંદાજ દિલ લુંટી લે છે.
તેનાં ડાન્સ મૂવ્ઝ કમાલનાં છે. ધનશ્રીનાં આ વીડિયો પર તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ કમેન્ટ કરી રહ્યાં છે. પણ આ વચ્ચે સૌથી વધુ કોઇની કમેન્ટ પર રિએક્શન આવ્યું હોય તો તેનાં પતિ યુજવેન્દ્ર ચહલની છે. યુજવેન્?દર ચહલે ધનશ્રીનાં વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે, પ્રાઉડ ઓફ યુ. આપને જણાવી દઇએ કે, આ પહેલી વખત નથી કે, યુજવેન્દ્ર ચહલે તેની પત્ની ધનશ્રીનાં વખાણ કર્યાં હોય આ પહેલાં પણ તે ઘણી વખત તેની પત્ની ધનશ્રીનાં ડાન્સ વીડિયોનાં વખાણ કરી ચુક્યો છે.