અભિનેતા સૈફ અલી ખાન સાથે ફરવા નીકળ્યો તૈમૂર
મુંબઈ: જેસલમેરમાં આગામી ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ કરીને સૈફ અલી ખાન હાલમાં જ મુંબઈ પરત આવ્યો છે. આજે સૈફ દીકરા તૈમૂર સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જાેવા મળ્યો હતો. બાપ-દીકરાની જાેડી સ્ટાઈલિશ લૂકમાં જાેવા મળી હતી. છેલ્લા થોડા દિવસથી સૈફ શૂટિંગ માટે મુંબઈની બહાર હતો ત્યારે તૈમૂર મમ્મી સાથે જાેવા મળતો હતો. જાે કે, હવે પપ્પાના આવી ગયા બાદ તેમની સાથે ફરવા નીકળી પડ્યો છે.
તસવીરોમાં જાેઈ શકો છો કે સૈફ અલી ખાને પર્પલ ટી-શર્ટ અને બેગી જિન્સ પહેર્યું છે. સૈફે સનગ્લાસિસ, લાલ રંગના માસ્ક અને સ્પોર્ટ્સ શૂઝ સાથે લૂક કમ્પલિટ કર્યો હતો. જ્યારે તૈમૂર બ્લૂ ટી-શર્ટ અને ગ્રે ટ્રેક પેન્ટમાં જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે વેબ સીરિઝ તાંડવ રિલીઝ થયા પછી તેના અમુક સીનને લઈને વિવાદ થયો હતો.
તાંડવના મેકર્સ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. વિવાદ વકરતાં સીરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે માફી માગી હતી અને વિવાદિત સીનમાં ફેરફાર કરવાનું કહ્યું હતું. તો આ વિવાદને પગલે કરીના અને સૈફના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
દરમિયાન કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ફેબ્રુઆરી ૨૦૨૧માં બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. તેમના બીજા સંતાનના જન્મ પહેલા કપલ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા જ કરીના કપૂર ખાને નવા ઘરની ઝલક બતાવતી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો, મોમ-ટુ-બી કરીના કપૂર ખાન આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળશે. કરીનાએ બીજી પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિનાઓમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ઉપરાંત કરીના પાસે કરણ જાેહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્ત પણ છે.
તો આ તરફ સૈફ અલી ખાન અર્જુન કપૂર, જેક્લીન ફનાર્ન્ડિઝ અને યામી ગૌતમ સાથે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જાેવા મળશે. આ સિવાય સૈફ પાસે ઓમ રાઉતના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ આદિપુરુષ પણ છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ પણ મહત્વના રોલમાં છે.