Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રેડક્રોસ હોસ્પિટલ અલંગની મુલાકાત લઈ સેવાઓને બિરદાવી

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત રેડક્રોસ હોસ્પિટલ અલંગ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લઈ ને સેવાઓ ને બિરદાવી હતી. અલંગ શીપ યાર્ડ ની મુલાકાતે અને શીપરિસાયકલિંગ એશો. ઓફ ઇન્ડિયા દવારા આયોજિત મુખ્યમંત્રીશ્રી ના સન્માન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા

મુખ્યમંત્રી શ્રીએ રેડક્રોસ હોસ્પિટલ ની મુલાકાત કરી ને રેડક્રોસ સંચાલિત જીએમબી-રેડક્રોસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને પ્લોટ ન-9 ખાતે આવેલ રેડક્રોસ હોસ્પિટલ અલંગ ની સેવાઓ ની માહિતી મેળવી અને દર્દીઓ ને આપવા માં આવતી ગુણવત્તા સભર સેવાઓ અંગે અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડોકટર તેમજ નર્સિંગ અને એડમીન ટિમ સાથે મુલાકાત કરી ને તેમની સેવાઓ ને બિરદાવી હતી

તેમજ આગામી સમય માં હોસ્પિટલમાં નવી શરૂ થનાર સેવાઓ ની વિગતે માહિતી મેળવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બંભણીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી જીતુભાઇ વાધાણી, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, વાઘજીએમબી ના વીસી સીઈઓ બરનવાલ સાહેબ, વગેરે મહેમાનો અને શુભેચ્છકો જોડાયા હતા અને શુભેચ્છાઓ આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.