Western Times News

Gujarati News

વીમા કંપનીઓએ કેશલેશ દાવાઓનો નિકાલ ત્રણ કલાકમાં કરવો પડશે

સ્વાસ્થ્ય વીમાના નિયમોમાં મહત્વનો ફેરફારઃ હાલની દાવા નિકાલની લાંબી પ્રક્રિયાથી સગાઓ પરેશાન

(એજન્સી)નવીદિલ્હી, વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી ઈરડાએ સ્વાસ્થ્ય વીમાનાં નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. બુધવારે જાહેર પોતાના મુખ્યસર્કયુલરમાં નિયામકે કહયું છે કે ઈસ્યોરન્સના કંપનીઓએ તરત કાર્યવાહી કરવી પડશે અને ત્રણ કલાકની અંદર વીમાનાં દાવાનો નિકાલ કરવો પડશે.

ઈરડાએ પણ નિર્દેશ આપ્યો છે. કે જો ત્રણ કલાકથી વધુ સમય લાગે છે. અને હોસ્પીટલ દર્દી પાસેથી વધુ ચાર્જ વસુલે છે. તો વધારાનો ચાર્જ વીમા કંપનીએ જ ચુકવવો પડશે.

હાલમાં હોસ્પીટલમાં ભરતી થયા બાદ સારવારનો ખર્ચ સ્વાસ્થ્યયય વીમામાં કવર તો થઈ જાય છે. પરંતુ દાવાના નિકાલની લાંબી પ્રક્રિયાથી દર્દી અને તેનો પરીવાર પરેશાન થઈ જાય છે. સારવાર પુરી થઈ ગયા બાદ ડોકટર તરફથી ઘર જવાની મંજુરી તો મળી જાય છે. પણ દાવાનાં નિકાલમાં લાગતો સમય એટલો તો લાંબો થઈ જાય છે.

દર્દીને કલાકો સુધી હોસ્પીટલમાં જ રાહ જોવી પડતી હોય છે. પરીવારજનો ટીપીએ ડેસ્કનાં ચકકર લગાવવા રહી જાય છે તો દર્દી ઘર પરત ફરવાની રાહ જોતો રહી જાય છે. વીમા નિયામકે જણાવ્યું હતું કે જો સારવાર દરમ્યાન પોલીસી ધારકનું મૃત્યુ થઈ જાય તો વીમા કંપની દાવાના નિકાલ અનુરોધ પર તરત કાર્યવાહી કરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.