Western Times News

Gujarati News

હલવા સેરેમની સાથે બજેટ-૨૦૨૧ની તૈયારીઓ શરૂ

કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પ્રથમવાર ડિજિટલ મળશે-પારંપરિક હલવા સેરેમની સાથે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટના ડોક્યુમેન્ટ્‌સનું સંકલન શરૂ થઈ ગયું છે

નવી દિલ્હી,  બજેટ દસ્તાવેજાેના સંકલનની પ્રક્રિયા શનિવારે પારંપરિક હલવા સમારંભના આયોજન સાથે શરૂ થઈ ગઈ. આ સમારંભમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ, નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણા મંત્રાલયના સીનિયર અધિકારીઓએ ભાગ લીધો.

કોરોના માહામારીને પગલે આ વખતે દર વખતની જેમ દસ્તાવેજાે છાપવામાં નહીં આવે. તેના બદલે આ વખતે સાંસદોને બજેટ દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે. આ પહેાલ દર વર્ષે હલવા સમારંભના આયોજનથી બજેટ દસ્તાવેજાેનું પ્રકાશન શરૂ થતું હતું. આ વખતે પહેલી વાર એવું બનશે કે બજેટ દસ્તાવેજાેનું પ્રકાશન નહીં થાય.

નાણા મંત્રાલયે એક સ્ટેટમેન્ટમં કહ્યું કે, ‘એક અભૂતપૂર્વ પહેલ અંતર્ગત કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પહેલી વખત ડિજિટલ રીતે લોકોને મળશે. બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે.’ આ પ્રસંગે નાણા મંત્રી સીતારમણે યુનિયન બજેટ મોબાઈલ એપ પણ રજૂ કરી, જેથી સંસદ તેમજ સામાન્ય લોકો કોઈ મુશ્કેલી વિના ડિજિટલ રીતે બજેટ દસ્તાવેજ મેળવી શકે.

આ મોબાઈલ એપમાં વાર્ષિક નાણાકીય વિવરણ (બજેટ), ગ્રાન્ટની માંગ (ડીજી), નાણા બિલ વગેરે સહિત બંધારણ દ્વારા નિર્ધારિત ૧૪ કેન્દ્રીય બજેટ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવાશે. હલવા સમારંભમાં નાણા સચિવ અજય ભૂષણ પાંડે, આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ, નાણાકીય સેવા સચિવ દેબાશીષ પાંડા, દીપમના સચિવ તુહિન કાંત પાંડે, એક્સપેન્ડિચર સચિવ ટીવી સોમનાથન, મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ અને બજેટની તૈયારી તેમજ સંકલન પ્રક્રિયામાં સામેલ અન્ય સીનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા.

સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, ‘નાણા મંત્રીએ બાદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ના સંકલનની સ્થિતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને શુભકામનાઓ આપી.’ તેમાં કહેવાયું કે, એપમાં ડાઉનલોડિંગ, પ્રિન્ટિંગ, સર્ચ, ઝૂમ ઈન, ઝૂમ આઉટ સહિત ઘણા ફીચર્સ અપાયા છે. આ એપને કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ (ઈન્ડિયા બજેટ ડોટ જીઓવી ડોટ ઈન) પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

આ એપને આર્થિક મામલાના વિભાગના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી) દ્વારા વિકસિત કરાઈ છે. સ્ટેટમેન્ટ મુજબ, એક ફેબ્રુઆરીએ સંસદમાં નાણા મંત્રીએ બજેટ ભાષણ પુરું થયા બાદ બજેટ દસ્તાવેજ આ મોબાઈલ એપ પર ઉપલબ્ધ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.