Western Times News

Gujarati News

હવે મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી શકશો ચૂંટણી કાર્ડ

Files Photo

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ સોમવારે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ તકે મતદાતાઓને એક ભેટ મળવાની છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ વોટર આઇડેન્ટિટી કાર્ડનું ઇલેક્ટ્રોનિક વર્ઝન લોન્ચ કરશે. મતદાતા ઇલેક્ટ્રોનિક ઓળખ પત્રને પોતાના મોબાઇલ કે કમ્પ્યૂટરથી ડાઉનલોડ કરી શકશે.

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, આ ઈ-મતદાતા ઓળખ પત્ર (E-Voter Identity Card) ને ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખી સખશે કે તેને પીડીએફ ફોર્મેટમાં પણ પ્રિન્ટ કરી શકાશે.

પંચે તેનો ફાયદો ગણાવતા કહ્યું કે, હાલ મતદાતા ઓળખ પત્રને પ્રિન્ટ કરવા અને તેને મતદાતાઓ સુધી પહોંચાડવામાં સમય લાગે છે, પરંતુ આ નવી સુવિધાથી મતદાતા સરળતાથી પોતાનું ઓળખ પત્ર હાસિલ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.