Western Times News

Gujarati News

સાણંદ નજીક કેનાલમાં કાર ખાબકતા ફાઈનાન્સરનું મોત

અમદાવાદ: ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતોનો સર્જાઈ રહ્યા છે ત્યારે સાણંદ નજીક આવેલા વિરોચનનગર ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાડી ખાબકતા તેમાં સવાર એક યુવકનું મોત થયું છે. મૃતક યુવક પાટણનો હતો અને સોમવારે સવારે તે કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.

સાણંદ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ પ્રતિક પંચાલ તરીકે કરવામાં આવી છે. મૃતક પ્રતિક પાટણની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો હતો, અને નાણાં વ્યાજે ફેરવવાનું કામ કરતો હતો. પ્રતિક અમદાવાદથી પાટણ જઈ રહ્યો હતો

ત્યારે તેણે રસ્તામાં ગાડીના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કાર સીધી કેનાલમાં ખાબકી હતી. પાણીમાં ડૂબી ગયેલી ગાડીના દરવાજા લોક થઈ જતાં પ્રતિક તેમાંથી બહાર નહોતો આવી શક્યો.

ગાડીના કેનાલમાં પડવાનો અવાજ સાંભળીને આસપાસના ખેતરમાં કામ કરી રહેલા લોકો તુરંત ત્યાં દોડી આવ્યા હતા, અને પ્રતિકને બચાવવા પ્રયાસ કર્યો હતો. જાેકે, કેનાલમાં પાણીનો પ્રવાહ એટલો જાેરદાર હતો કે ગાડી તણાવવા લાગી હતી, અને ગ્રામજનો કારસવારને બચાવવા કશુંય નહોતા કરી શક્યા.

ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતાં સાણંદ જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને ફાયરબ્રિગેડની મદદથી ગાડીમાં લોક થઈ ગયેલા પ્રતિકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે તેના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી. પોલીસે ગાડીના ટાયરના નિશાનના આધારે જણાવ્યું હતું કે, અકસ્માત થયો ત્યારે ગાડી સ્પીડમાં હતી. આ મામલે પોલીસે મૃતક સામે જ બેદરકારીથી મોતનો ગુનો દાખલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.