Western Times News

Gujarati News

દીપ સિઘ્ધુ સાથે મારે કે પરિવારને કોઇ સંબંધ નથી: સની દેઓલ

નવીદિલ્હી, ભાજપ સાસદ અને બોલીવુડ અભિનેતા સની દેઓલે ૨૦૧૯માં પંજાબમાં ગુરૂદાસપુર બેઠકથી લોકસભા ચુંટણી લડી હતી અને જીત હાંસલ કરી હતી તે સમયે અભિનેતા દીપ સિધ્ધુ તેમનો સાથી રહેતો હતો પરંતુ સની દેઓલે ગત વર્ષ ડિસેમ્બરમાં દીપ સિધ્ધુના કિસાન આંદોલનમાં સામેલ થયા બાદ તેનાથી અંતર બનાવી લીધુ હતું કિસાન રેલી દરમિયાન લાલ કિલા પર પ્રદર્શનકારીઓ દ્વારા ધાર્મિક ઝંડો લહેરાવવાની ઘટના દરમિયાન સિધ્ધુ ત્યાં હાજર હતો અને તેણે પ્રદર્શનકારીઓના આ કૃત્યનો એમ કહી બચાવ કર્યો કે તે લોકોએ રાષ્ટ્રીય ધ્વજ હટાવ્યો નથી અને ફકત એક પ્રતીકાત્મક વિરોધ તરીકે નિશાન સાહિબને લગાવ્યો હતો.

જાે કે સનીએ દીપ સિંધ્ધુને લઇ એકવાર ફરી કહ્યું કે તેને તેની સાથે કોઇ લેવા દેવા નથી સની દેઓલે ટ્‌વીટ કર્યું કે લાલ કિલા પર જે થયું તેને જાેઇ મારૂ મન ખુબ દુખી થયું હું પહેલા પણ છ ડિસેમ્બરે ટિ્‌વટરના માધ્યમથી એ સ્પષ્ટ કરી ચુકયો છું કે મારે કે મારા પરિવારને દિપ સિધ્ધુ સાથે કોઇ સંબંધ નથી જય હિંદ એ યાદ રહે કે સિધ્ધુે ફેસબુક પર પોસ્ટ કરેલ એક વીડિયોમાં દાવો કર્યો છે કે તે કોઇ યોજનાબધ્ધ પગલું ન હતું અને તેમને કોઇ સાંપ્રદાયિક રંગ આપવો જાેઇએ નહીં જેવું કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સિધ્ધુએ કહ્યું કે નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ પ્રતિકાત્મક વિરોધદાખલ કરવા માટે અમે નિશાન સાહિબ ઝંડો લગાવ્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.