Western Times News

Gujarati News

વસ્ત્રાપુરમાં ભીડની વચ્ચે નકલી પોલીસે યુવાનને લૂંટયો

 

યુવાન મારની બીકે ભાગ્યોઃ વસ્ત્રાપુર પોલીસે લુંટનો ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે લુંટારુઓ રોજ નવી મોડસ ઓપરેન્ડી વાપરીને લુંટની ઘટનાઓને અંજામ આપી રહયા છે આ દરમિયાનમાં શહેરમાં નકલી પોલીસનો આંતક વધી રહયો છે.

વસ્ત્રાપુરમાં નકલી પોલીસ બનીને આવેલા શખ્સે લોકોની ભીડ સામે જ યુવાનને લુંટી લેવાની ઘટના બનતા ચકચાર મચી છે નકલી પોલીસ બનીને આવેલા શખ્સે બસમાં ચડવા જતાં યુવાનને ટોળામાંથી બહાર ખેંચીને ધાક ધમકી આપી હતી અને જબરદસ્તી કરતો હતો જાકે ભીડમાં સામેલ બધાજ લોકો માત્ર તમાશો જાતાં રહયા હતાં. જાકે આ અસલી પોલીસ હતી કે નકલી પોલીસ તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ભિમરાજ નારજી મિણા વસ્ત્રાપુરમાં સારથી હોટલ નજીક પ્રેરણા કુટીર સોસાયટીમાં રહે છે જે મૂળ ઉદેપુર રાજસ્થાનનો છે અને અહીયા ઘરઘાટી તરીકે કામ કરે છે બે દિવસ અગાઉ ભિમરાજ પોતાના ઘરે રાજસ્થાન જવા નીકળ્યો હતો અને તે માટે શેઠ પાસેથી સાડા નવ હજાર રૂપિયા ઉપાડ પણ કર્યો હતો

રાત્રે નવ વાગ્યે વસ્ત્રાપુર તળાવની બાજુમાં આવેલી માયા ટ્રાવેલ્સ ખાતે ગયો હતો રાત્રે સવા નવના સુમારે બસ આવી ત્યારે અન્ય મુસાફરો સાથે પચ્ચીસ વર્ષીય ભીમરાજ પણ બસમાં બેસવા જતો હતો ત્યારે અચાનક જ એક માણસે તેનો હાથ પકડીને ખેંચીને સાઈડમાં લઈ ગયો હતો.

આશરે ૩૦ વર્ષની ઉંમરના આ શખ્સે તું અહી આવ તારું લાઈસન્સ બતાવ કહેતા ભીમરાજે પોતાની પાસે લાઈસન્સ ન હોવાનું કહયુ હતું તેમ છતાં શખ્સે નકલી પોલીસ તરીકે ઘોંસ જમાવી બળજબરીથી પર્સ અને મોબાઈલ તેના ખિસ્સામાંથી કાઢી લીધા હતા જેથી ભીમરાજે બચાવો બચાવોની બુમાબુમ કરી હતી જાકે આશ્ચર્યજનક રીતે બસના મુસાફરો, રાહદારીઓ સહીત કેટલાય લોકો હાજર હોવા છતાં કોઈ તેને મદદે આવ્યું ન હતું અને તમાશો જાતાં રહયા હતા

ગભરાઈ ગયેલો ભીમરાખ ત્યાંથી ભાગી છુટયો હતો અને લારી-ગલ્લાવાળાને આ બાબતે વાત કરતાં તેમણે ભીમરાજને સાત્વના આપી હતી બાદમાં તેણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે બનેલી ઘટનાની ફરીયા દનોંધાવી હતી સમગ્ર ઘટના બન્યા બાદ નકલી પોલીસ બનીને આવેલો શખ્સ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. લુંટની ફરીયાદ લઈને પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.