Western Times News

Gujarati News

L&T હેવી એન્જિનિયરિંગે વિશ્વના સૌથી ભારે રિએક્ટર્સને નિયત સમય પહેલાં રવાના કર્યુ

·         પ્રત્યેક 2260 એમટીનું વજન ધરાવતા ત્રણ સુપર-હેવી રિએક્ટર્સ કેટેગરીમાં પોતાના પ્રકારના પ્રથમ છે

·         હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના વિસાખ રિફાઇનરી મોર્ડનાઇઝેશન પ્રોજેક્ટ માટે ભારતના પ્રથમ રેસિડ્યૂ અપગ્રેડેશન ફેસિલિટી (આરયુએફ) માટે સજ્જ

હજીરા (સુરત), એન્જિનિયરિંગ જગતમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતાં લાર્સન એન્ડ ટુબ્રોના હેવી એન્જિનિયરિંગ બિઝનેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એમ કે સુરાનાની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને નિયત સમય પહેલાં પૂર્ણ કરીને તેને રવાના કર્યાં છે.

પ્રત્યેક 2260 મેટ્રિક ટન (એમટી)ની ક્ષમતા ધરાવતા રિએક્ટર્સ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ભારતની પ્રથમ રેસિડ્યૂ અપગ્રેડેશન ફેસિલિટી (આરયુએફ) વિસાખ રિફાઇનરીને હેવી ઓઇલને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત બીએસ-6 ડીઝલમાં પરિવર્તિત કરવા માટે તેમજ ફીડસ્ટોકમાં વધારો કરવા અને પ્રોડક્ટ ફેક્સિબિલિટીમાં સુધારો કરવા માટે સક્ષમ બનાવશે.

ગુજરાતના હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રોની સંપૂર્ણ સંકલિત, અદ્યતન, ડિજિટલી સક્ષમ કોસ્ટલ મેન્યુફેક્ચરિંગ એકમથી રિએક્ટર્સ ‘સિંગલ પીસ’માં સીધા વિશાખાપટ્ટનમ પહોંચશે.

આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એમ કે સુરાનાએ કહ્યું હતું કે, “અમારી રિફાઇનરીઝને અદ્યતન અને અપગ્રેડ કરવાની અમારી કામગીરીમાં એલએન્ડટી મૂલ્યવાન પાર્ટનર રહ્યું છે. આ રિએક્ટર્સની પ્રત્યેક ડિલિવરી બદલ અમે એલએન્ડટી ટીમના આભારી છીએ.”

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ડાયરેક્ટર રિફાઇનરી શ્રી વિનોદ એસ શેનોયે કહ્યું હતું કે, “સારી કારીગરી અને સંપૂર્ણ સુરક્ષા સાથે આ પ્રકારના મહત્વપૂર્ણ ઉપકરણનું ઉત્પાદન નોંધપાત્ર બાબત છે. એલસી-મેક્સ રિએક્ટર્સની વહેલી ડિલિવરી બદલ અમે ખુશ છીએ તથા અમારા વિસાખ પ્રોગ્રામને તેનાથી લાભ થશે.”

આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં લાર્સન એન્ડ ટુબ્રોના સીઇઓ અને એમડી શ્રી એસ.એન. સુબ્રમનિયને કહ્યું હતું કે, “અમે અમારા મૂલ્યવાન ક્લાયન્ટ એચપીસીએલને રેકોર્ડ ટાઇમમાં આ વિશિષ્ટ રિએક્ટર્સ ડિલિવર કરતાં આનંદિત છીએ.

અમારી હેવી એન્જિનિયરિંગ શોપ્સ દેશમાં એકમાત્ર છે કે જેણે શેડ્યૂલ પહેલાં વૈશ્વિક ક્લાયન્ટ્સને મોટી, ભારે, લાંબી અને સૌથી જટીલ પ્રક્રિયા ધરાવતા પ્લાન્ટ ઉપકરણોની સતત રવાનગી કરી છે. આ ટ્રેક રેકોર્ડ અભુતપૂર્વ મહામારી અથવા અન્ય સ્થિતિમાં અખંડ રહ્યો છે.”

એલએન્ડટી હેવી એન્જિનિયરિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ શ્રી અનિલ પરબે કહ્યું હતું કે,“વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સની ડિલિવરી કરવામાં તથા ભારતના પ્રથમ આરયુએફ પ્રોજેક્ટનો હિસ્સો બનવામાં અમારામાં વિશ્વાસ રાખવા બદલ અમે એચપીસીએલના આભારી છીએ.

અમને ગર્વ છે કે અમે એચપીસીએલનાની અપેક્ષાઓ ઉપર ખરા ઉતર્યા છીએ અને શેડ્યૂલ પહેલાં આ રિએક્ટર્સની રવાનગી કરી છે. માનનીય પ્રધાનમંત્રીના “આત્મનિર્ભર ભારત” મીશનમાં એલએન્ડટીના યોગદાનનું આ વધુ એક ઉદાહરણ છે.”

એલએન્ડટી હેવી એન્જિનિયરિંગ રિફાઇનરી, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ, ફર્ટિલાઇઝર અને ન્યુક્લિઅર પાવર ઇન્ડસ્ટ્રીઝમાં વૈશ્વિક ગ્રાહકોને હાઇ ટેક્નોલોજી રિએક્ટર્સ અને સિસ્ટમ્સ સપ્લાય કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.