Western Times News

Gujarati News

મહિલાની નિર્મમ હત્યા, હત્યારાએ ચપ્પુ તૂટી ન ગયું ત્યાં સુધી ગળા પર વાર કર્યાં

મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠ)માં એક મહિલાની ર્નિમમ હત્યા કરવામાં આવી છે. મહિલાના ચહેરા પર ચપ્પુથી બેહરમીપૂર્વક વાર કરવામાં આવ્યા હતા. ચપ્પુના ઘા મારીને મહિલાની આંખ બહાર કાઢી નાખવામાં આવી હતી તેમજ તેનું જડબું તોડી નાખવામાં આવ્યું હતું. હત્યારાઓ મહિલાનું ગળું પણ કાપી નાખ્યું હતું. સ્થાનિક લોકોને કહેવા પ્રમાણે બનાવના થોડા સમય પહેલા એક ભીખારી તેણીના ઘરની આસપાસ ફરી રહ્યો હતો. બનાવ બન્યો ત્યારે મહિલા ઘરે એકલી જ હતી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

આ બનાવ મેરઠના કલંજરી ગામનો છે. ઘટના બની ત્યારે ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતું. મહિલાનો પતિ કામ સંદર્ભે ગામ બહાર ગયો હતો અને બંને બાળકો કૉલેજ ગયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે કુમુદ (મૃતક મહિલા)ની લાશ સવારે ૧૧ વાગ્યે તેણીના રૂમમાં મળી આવી હતી. જે બાદમાં વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. મહિલાના ઘરે લોકો એકઠા થઈ ગયા હતા.
મહિલાની હત્યા કરનાર વ્યક્તિએ તેણીના ચહેરા અને ગળાના ભાગે બેહરમીપૂર્વક વાર કર્યા હતા. મહિલાના ગળામાં ચપ્પુ ઘૂસાડેલું મળ્યું હતું. જ્યારે ચપ્પુનો અડધો ભાગ જમીન પર પડ્યો હતો. જેના પરથી એવો અંદાજ લગાવી શકાય છે કે હત્યારાઓ મહિલા પર ચપ્પુ તૂટી ન ગયું ત્યાં સુધી વાર કર્યાં હતાં. મહિલાની આંખ પર પણ ઈજા હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબજાે લીધો હતો. જે બાદમાં તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘટના બની તેના પહેલા એક ભીખારીને તેણીના ઘર બહાર ભીખ માંગતો જાેવામાં આવ્યો હતો. જાેકે, કોઈએ તેને ઘરમાં ઘૂસતો કે બહાર નીકળતો જાેયો ન હતો.

ગ્રામ્ય એસ.પી. કેશવ કુમારે જણાવ્યું હતું કે, “એવી અનેક વાતો વહેતી થઈ રહી છે કે તેણીનું ગળું કાપી નાખવામાં આવ્યું છે, આંખો બહાર કાઢી લેવામાં આવી છે. આ ખરેખર ધ્રુણાસ્પદ હત્યા છે. તેણીનું ગળું કાપી નાખવામાં આવ્યું છે. શરીર પણ પણ ઈજાના નિશાન છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી છે. આ ઉપરાંત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ વધારે કંઈક કહી શકાશે.”

મહિલાના એક સંબંધીએ જણાવ્યું હતું કે, “હું સવારે ૧૧ વાગ્યાની આસપાસ મારી સાળીના ઘરે પહોંચ્યો હતો. ઘરનો દરવાજાે બહારથી બંધ હતો. મેં દરવાજાે ખોલીને જાેયું તો સાળી લોહીથી લથપથ હાલતમાં પડી હતી. ઘરના કબાટ ખુલ્લા હતા.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.